રાજકોટમાં કોરોનાનો વધુ એક દર્દી ડિસ્ચાર્જ, અત્યાર સુધી ચાર લોકોને મળી રજા
રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસના કુલ 10 કેસ સામે આવ્યા છે. જેમાંથી હાલ 6 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.
રક્ષિત પંડ્યા/રાજકોટઃ ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 151 પર પહોંચી ગયો છે. રાજ્યમાં સતત કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ વચ્ચે કોરોનાને માત આપી ઘણા દર્દીઓ સ્વસ્થ પણ થઈ રહ્યાં છે. રાજકોટમાં સતત બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ કોરોનાના એક દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર રઈ રહેલા રાકેશ હાપલીયા નામના દર્દીને રજા આપવામાં આવી છે. રાજકોટમાં અત્યાર સુધી કોરોનાના કુલ 10 કેસ સામે આવ્યા છે.
રાજકોટમાં અત્યાર સુધી 4 લોકો ડિસ્ચાર્જ
રાજકોટમાં એક દર્દીના કોરોનાના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને રજા આપી દેવામાં આવી છે. આમ રાજકોટમાં અત્યાર સુધી કુલ 4 લોકોને કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા મળી છે. હવે કુલ 6 દર્દીઓ સારવાર હેઠળ છે. શહેરની સિનર્જી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાકેશ હાપલીયા નામના વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.
પાટણમાં 3, સાબરકાંઠામાં 1 કેસ આવ્યો સામે, ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 150ને પાર
શહેરમાં સાતમાં દિવસે તમામ રિપોર્ટ નેગેટિવ
રાજકોટ શહેરમાં લેવાયેલા નવા 10 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. શહેરમાં અત્યાર સુધી કુલ 251 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં શહેરના 177 અને ગ્રામ્ય વિસ્તારના 44 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી રાજકોટ શહેરમાં 9 અને ગ્રામ્યમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. હાલ શહેરમાં 93 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર