વડોદરા, સુરત અને પૂણેમાં ગુજરાતની દીકરીઓ નરાધમોના હાથે પીંખાઈ, સામુહિક દુષ્કર્મની ત્રણેય ઘટનાઓમાં સામ્યતા
Gujarat Gangrape Cases : ગુજરાતમાં ફરી એકવાર સામુહિક દુષ્કર્મની હચમચાવી દેતી ઘટના બની છે, વડોદરા અને પૂણે બાદ ગુજરાતની વધુ એક દીકરી પીંખાઈ છે... સુરતમાં બની સામુહિક દુષ્કર્મની ઘટના
Gujarat News : પુણે...વડોદરા અને સુરત...આ ત્રણ શહેરો આ શહેરોમાં જે શરમજનક ઘટના બની તે હાલ ચર્ચામાં છે. ત્રણેય શહેરમાં યુવતી અથવા તો સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. ત્રણેય ઘટના વચ્ચે અનેક સામ્યતાઓ છે. તમામ ઘટનામાં પીડિતા તેના મિત્ર સાથે ગઈ હતી. ત્યાં કેટલાક લોકો આવ્યા, તેમની સાથે ઝઘડો કર્યો કે ધમકાવ્યા અને બાદમાં પુરુષ મિત્રને બાનમાં રાખી સ્ત્રી મિત્ર પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. પુણેના ઘાટ પર મૂળ સુરતની યુવતી તેના મિત્ર સાથે ફરવા ગઈ હતી ત્યારે તેની પાસે કેટલાક લોકો આવ્યા અને RTI એક્ટિવિસ્ટની ઓળખ આપી, બાદમાં યુવાનને બંધક બનાવી યુવતી પર દુષ્કર્મ આચર્યું. વડોદરાના ભાયલીમાં મિત્ર સાથે બેસેલી યુવતી પાસે પાંચ લોકો આવ્યા અને તેમની સાથે બોલાચાલી કરી. આમાંથી બે યુવાનો જતા રહ્યા પરંતુ ત્રણ યુવાનોએ દુષ્કૃત્ય કર્યું. આ તમામ આરોપીને પકડી લેવામાં આવ્યા છે. ત્યારે આવી જ તર્જ પર વધુ એક ઘટના હવે સુરતમાં બની છે. જ્યાં મોટા બોરસરા નજીક ઘટના સામે આવી. સગીરા મિત્ર સાથે જઈ રહી હતી ત્યારે અવાવરું જગ્યાએ 3 નરાધમો આવી પહોંચ્યા અને સગીરા પર દુષ્કર્મ આચર્યું. જે તમામની ધરપકડ થઈ હોવાની માહિતી છે.
ગુજરાતની દીકરીઓ સાથે એક પછી એક શર્મનાક ઘટના બની રહી છે, એ પણ આદ્યશક્તિના પર્વ નવરાત્રિમાં. એક તરફ આ પર્વમાં જ્યાં દીકરીઓ પૂજાય છે, ત્યાં હવે દીકરીઓ શિકાર બની રહી છે. દીકરીઓનું મોડી રાત સુધી બહાર રહેવું પણ ગુજરાતમાં સલામત નથી તેવું લાગે છે. વડોદરા અને પૂણેની ઘટના હજી તાજી જ છે, ત્યાં સુરતના મોટા બોરસરા નજીક સગીરા પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું. સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
વડોદરા ગેંગરેપમાં પોલીસે છુપાવી માહિતી, પહેલા કહ્યું હતું કે ગરબા રમવા નહોતી ગઈ
રાજ્યમાં વધુ એક ગેંગરેપની ઘટના
વડોદરા જેવી જ ઘટના સુરતમાં પણ બની. સુરતમાં મોટા બોરસરા ગામ નજીક સગીરા તેના મિત્ર સાથે જઈ રહી હતી ત્યારે અવાવરું જગ્યાએ ત્રણ જેટલા લોકો આવી પહોંચ્યા હતા. સગીરાના મિત્રને માર મારી નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા પર દુષ્કર્મ કરનાર તમામ આરોપીઓ ઝડપાઈ ગયા છે. તમામ આરોપીઓ ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતા હતા. ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી છે. બે આરોપીની ઓળખ થઈ છે, હજી એકની ઓળખ બાકી છે.
રિઝર્વ બેંકે અચાનક માર્કેટમાંથી હટાવી લીધી 200 રૂપિયાની 317 કરોડની નોટ, આ છે કારણ