Gujaratis In Canada : હાલ કેનેડા તરફ જવાનો ગુજરાતીઓનો મોહ વધી રહ્યો છે. પરંતુ આ મોહ વચ્ચે કેનેડામાં એવુ થઈ રહ્યુ છે કે લોકોને વિચારતા કરી દે. કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીઓના ગુમ થવાના સમાચાર આવી રહ્યાં છે. કેનેડામાં છેલ્લા ત્રણેક મહિનામાં જ બે ગુજરાતી વિદ્યાર્થીઓના શંકાસ્પદ રીતે મોત થયા હતા. આ વિદ્યાર્થીઓ પહેલા ગુમ થયા બાદ તેમનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે ફરી એક પાટીદાર યુવક કેનેડામાં ગાયબ થયો છે. કેનેડાના બ્રાન્ડોન શહેરમાં 20 વર્ષીય યુવક વિશય પટેલના છેલ્લા બે દિવસથી કોઈ ભાળ નથી. તે ગુરુવાર સાંજથી ગુમ થયો હતો. તેના બાદ પોલીસે તેની શોધખોળ ચાલુ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રાન્ડોન પોલીસ શોધી રહી છે વિશયને 
કેનેડામાં અભ્યાસ માટે ગયેલો વિદ્યાર્થી વિશય પટેલ ગત ગુરુવારથી કેનેડામાં ગુમ થયો છે. તે બે દિવસ પહેલા બ્રાન્ડેન શહેરમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેની પોલીસ ફરિયાદ કરાઈ હતી. બ્રાન્ડેન પોલીસે તેના ગુમ થવા અંગે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ મૂકી છે. 


અમદાવાદની 13 વર્ષની દીકરીએ માતા-પિતાની હત્યાનો ઘડ્યો પ્લાન, ખાંડમાં ગંધ આવતા પોલ ખૂલ



વિશયને શોધવા કેનેડા પોલીસનો મેસેજ 
બ્રાન્ડેન પોલીસે પોસ્ટમાં લખ્યું કે, વિશય પટેલ કે જે છેલ્લીવાર 15મી જૂને રાત્રે 11 વાગ્યાની આસપાસ તેમના ઘરની બહાર નીકળતા જોવા મળ્યો હતો તેણે ડાર્ક અથવા બ્લેક ટી-શર્ટ, બ્લેક સ્વેટપેન્ટ અને પીળાથી નવા કાળા રનિંગ શૂઝ પહેરીને પોતાની સિવિક કારમાં ઘરેથી નીક્ળ્યો હતો તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યુ હતું. આ મામલે બ્રાન્ડોન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ ઉપરાંત વિશયની કોઈ માહિતી મળે તો કોઈપણ વ્યક્તિ 204-729-2345 પર કોલ કરીને અથવા brandon.ca/police-contact/police-contact પર જઈને બ્રાન્ડોન પોલીસને જાણ કરે તેમ જણાવ્યું છે.


મહિલા નેતાનું અડધી ઉંમરના યુવક સાથે ઈલુ ઈલુ, વાયરલ થઈ ગઈ બંનેની કિસ કરતી તસવીરો


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી મોટી સંખ્યામાં દર વર્ષે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. આવામાં વિદ્યાર્થીઓના સતત ગુમ થવાની ઘટના વધી જતા ત્યા રહેતા ગુજરાતી વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. સતત વધી રહેલા આવા સિલસિલાથી કહી શકાય કે વિદેશની ધરતી હવે ગુજરાતીઓ માટે સલામત નથી રહી. કેનેડામાં વસતા ગુજરાતીઓમાં આ બનાવને લઈને ભયનું વાતાવરણ ઊભું થયું છે.


મહીસાગર : તલવારથી કેક કાપનાર ભાજપના નેતા સામે ફરિયાદ, વિવાદોથી ઘેરાયેલા છે આ નેતા


ગત મહિને ભાવનગરના યુવકનું મોત થયુ હતું 
ગત મહિને કેનેડામાં મૂળ ભાવનગરના સિદસર ગામનાં એક પટેલ પરિવારના પુત્રની કેનેડામાંથી લાશ મળી આવી હતી. સીદસર ગામનો આયુષ રમેશભાઈ ડાખરા નામનો યુવાન કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. ત્યારે પુત્રના નિધનના સમાચાર મળતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. DySP રમેશભાઈ ડાંખરાનો પુત્ર સાત દિવસ પહેલાં કેનેડાના ટોરન્ટોથી ગુમ થયો હતો. કેનેડાની ફેમસ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આયુષ ડાંખરા સાત દિવસ પહેલા ગુમ થયો હતો અને ત્યાર બાદ તેની લાશ મળી આવી હતી. આયુષ ડાંખરા મૂળ ભાવનગર પાસેના સિદસર ગામના વતની રમેશભાઈ ડાંખરાનો પુત્ર હતો. રમેશભાઈ ડાંખરા હાલ પાલનપુર ખાતે DYSP તરીકે ફરજ બજાવે છે. આયુષ ડાંખરા ધોરણ-12 બાદ વધુ અભ્યાસ માટે સાડાચાર વર્ષ પહેલાં કેનેડા ગયો હતો. આયુષ ગત તારીખ 5 મેના રોજ ગુમ થઈ ગયો હતો. આ અંગે મિત્રોએ પરિવારને આયુષ ગુમ થયો હોવાની જાણ કરી હતી. તેમ જ તેના મિત્રો એ આયુષ ગુમ થવાની ત્યાંની પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.


અમદાવાદની 13 વર્ષની દીકરીએ માતા-પિતાની હત્યાનો ઘડ્યો પ્લાન, ખાંડમાં ગંધ આવતા પોલ ખૂલ