મહીસાગર : તલવારથી કેક કાપનાર ભાજપના નેતા સામે ફરિયાદ, વિવાદોથી ઘેરાયેલા છે આ નેતા

cake cutting with sword : ભાજપ નેતા દ્વારા તલવાર વડે બર્થડે કેક કાપવા મામલો ભાજપ નેતા પર થઈ પોલીસ ફરિયાદ... ભાજપ નેતા અને  લુણાવાડા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પર થઈ પોલીસ ફરીયાદ
 

મહીસાગર : તલવારથી કેક કાપનાર ભાજપના નેતા સામે ફરિયાદ, વિવાદોથી ઘેરાયેલા છે આ નેતા

Mahisagar News ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર : જાહેરમાં પોતાના સમર્થકો સાથે તલવાર વડે બર્થડે કેક કાપી બર્થડેની ઉજવણી કરતો વીડિયો વાયરલ થતા અને જે બાબતના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા પોલીસ આવી એક્શન મોડમાં અને લુણાવાડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજય ભિમસિંહ બારીયા વિરુદ્ધ જાહેરનામનો ભંગ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

શુ છે પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ
નમનાર લાલજીપુરા ગામે રહેતા અને અગાઉ લુણાવાડા તાલુકા પંચાયતાના માજી પ્રમુખ સંજયકુમાર ભીમસિંહ બારીયાના જન્મદિન નિમિત્તે પોતે પોતાના ગામની સીમમા ટોડીયા ગામની સીમમાંથી પસાર થતી મહીસાગર નદીના કિનારે આવેલ વાઘેશ્વરી માતાજીના મંદીર નજીક આવેલ ખુલ્લા પથ્થરો ઉપર એક ગાડીના બોનેટ ઉપર છ થી સાત જેટલી કેક તલવાર વડે કાપેલાનુ વોટ્સઅપ ઉપર સમાચાર પ્રસિધ્ધ થયેલ હતા જે સબંધે  સ્થળ ઉપર ખાત્રી તપાસ કરતા ખરેખર આ જગ્યાએ જ કેક કાપેલાનુ જણાયેલ અને જાહેરમાં આવા પ્રકારનો ભય પેદા કરવા પ્રયત્ન કરેલ હોય અને જાહેર જગ્યાએ જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી  તેના વિરૂધ્ધ ઇપીકો કલમ -૧૮૮ મુજબ કાયદેશર તપાસ થવા કોઠમ્બા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 

શુ હતો મામલો
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા તાલુકાના નમનાર ગામે રહેતા અને લુણાવાડા તાલુકા પંચાયત તરીકે પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને તાલુકા  પંચાયતના સભ્ય તરીકે તેમની પત્ની ફરજ બજાવે છે તેમના પતિ અને ભાજપના નેતા એવા સંજય બારીયાએ પોતાના જન્મ દિવસ નિમિત્તે જાણે નેતાનો રોફ મારતા હોય તેમ તલવારથી કેક કાપી હતી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પૂર્વ પ્રમુખે પોતના સમર્થકો સાથે ગાડીના બોનેટ પર સાત જેટલી કેક તલવાર વડે કાપી પોતાના બર્થ ડેની ઉજવણીમાં ભાન ભૂલીને તલવારથી કેક કાપી હતી.

ઉલ્લેખનીય છે કે, આ જ પૂર્વ પ્રમુખ સંજય બારીયા અનેકવાર ચર્ચામાં આવી ચૂક્યો છે. થોડા દિવસ અગાઉ એક નિવૃત્ત આર્મી મેનના ઘરે જઈ પરિવાર પર હુમલો કર્યો હતો અને જે બાબતે આર્મીમેનેઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું અને તે કેસ તો હજુ ચાલી રહ્યો છે, ત્યારે તલવારથી કેક કાપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક તર્ક વિતર્કો સામે આવ્યા છે ત્યારે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news