Gujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 144થી વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, પરંતું ગુજરાતમાં હજી પણ ચોમાસું દક્ષિણ ગુજરાતથી આગળ વધ્યુ નથી. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી છે. ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ પડશે. વલસાડ, તાપી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગની સૂચના છે. ત્યારે બાકીના જિલ્લાઓમાં અટકી પડેલા વરસાદે ચિંતા વધારી છે. ત્યારે આ જિલ્લાઓમાં વરસાદ માટે સારા સમાચાર સામે આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખથી ફરી આવશે વરસાદ
મધ્ય રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર ગુજરાત પર મોન્સુન ટ્રફ, સાયક્લોનિક સરક્યુલેશન અને લો પ્રેસર સિસ્ટમ સક્રિય હોય ત્યારે અમદાવાદમાં સારો વરસાદ પડે છે. પંરતુ હાલ વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ ફંટાઈ ગઈ છે. જેને કારણે વાદળો બંધાતા હોવા છતા વરસાદ આવતો નથી. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, ચોમાસની સિસ્ટમ ફરી સક્રિય થયા પછી 15-16 જુલાઈથી સારા વરસાદની શક્યતા છે. ગત વર્ષે 12 જુલાઈ સુધી 154 મીમી વરસાદ પડયો હતો. પરંતુ આ વખતે આ સમયગાળા દરમિયાન 143 મીમી વરસાદ નોંધાયો છે. ગત વર્ષે એક સાથે 4 સિસ્ટમ સક્રિય હોવાથી સારો વરસાદ પડ્યો હતો. છેલ્લા 4-5 દિવસથી ભેજને કારણે વાદળો બંધાય છે. પરંતુ સિસ્ટમ નબળી પડી હોવાથી અપેક્ષા મુજબ વરસાદ પડતો નથી.


માત્ર 25 વર્ષની ઉંમરે કપિલની ચિંકી-મીંકીએ ખરીદ્યુ કરોડોનું આલિશાન ઘર, PHOTOs



ગુજરાતમાં વરસાદની ઘટ
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 26 ટકા વરસાદ વરસ્યો છે. નૈઋત્યના ચોમાસાનું આગમન થયાને એક મહિનો થઈ ગયો છે, પરંતુ મેઘરાજા હજુ સુધી મન મુકીને વરસ્યા નથી. રાજ્યમાં 9.15 ઈંચ સાથે સિઝનનો 26.32 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જેની સામે ગયા વર્ષે 12 જુલાઈ સુધીમાં 48 ટકા વરસાદ વરસ્યો હતો. રાજ્યના 18 જિલ્લામાં 20 ટકાથી વધુ વરસાદની ઘટ છે. આ વખતે 20 ઈંચથી વધુ વરસાદ હોય તેવા માત્ર 25 તાલુકા છે. કચ્છમાં ગયા વર્ષે સીઝનનો 112 ટકા વરસાદ વરસ્યો હતો ત્યાં આ વર્ષે માત્ર 35 ટકા જ વરસાદ થયો છે. દાહોદ, આણંદ, અરવલ્લીમાં વરસાદની ઘટ છે. મહીસાગર અને ડાંગ જિલ્લામાં વરસાદની ઘટ છે. 


ગુજરાતમાંથી કેમ ગાયબ થયો વરસાદ, અંબાલાલ શું કહે છે
ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહિ થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે. હાલમાં ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે જે વરસાદ લાવશે. 12 થી 14 જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં ગ્રહો કાર્યરત રહેશે. 15 જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળાના ઉપસગારના હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે. 17 થી 18 જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આ કારણે 19 થી 24 જુલાઈ ગુજરાતના વરસાદ થશે. કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી અતિભારે વરસાદ થશે. 


સુરતના પાટીદાર યુવકનું કેનેડામાં મોત, 12 દિવસ બાદ વતન આવશે મૃતદેહ


સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે
ગુજરાત મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર થોડું ઘટ્યું છે. આવી સ્થિતિમાં ચોમાસાને લઇને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઇ છે. બીજી બાજુ, દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળે છે. આટલું જ નહીં, ઉત્તર પૂર્વ અસમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફ-શોર ટ્રફ છે. જેના કારણે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઠેર-ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઓફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ મહેર કરી શકે છે. એટલું જ નહીં, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં 8-8 ઈંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે. ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો એકાદ-બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે.


સોમનાથ દાદા પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં જોડાશે ભક્તોનું પુણ્ય, ફરી શરૂ થઈ આ સેવા