Gujarat Weather Forecast : ગુજરાતમાં આજથી ગરમીનો પારો ચઢી રહ્યો છે. હવે બરાબરની ગરમી પડવાની શરૂ થશે. હોળી સુધી રાહ જોવાની જરૂર જ નથી. હાલ બપોરના સમયમાં અંગ દઝાડે તેવી ગરમી પડી છે. ત્યારે આ વચ્ચે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. ગુજરાતમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી માવઠું ફરી એકવાર જગતના તાત માટે મુશ્કેલી નોતરશે. ગુજરાતમાં 17 થી 20 સુધી વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહી કરવામા આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.


લાખોના પગારની નોકરીની ઓફર, અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલમાં નીકળી નોકરી


વધુ એકવાર વરસાદની આગાહી 
આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પંરતું 17 થી 20 માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે. 17 થી 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. જો કે આ સમયે મહત્તમ તાપમાના 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા છે. એટલુ જ નહિ, હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ અને પવન રહેવાની શક્યતા છે. આ સમયે બંગાળાના ઉપસગારમાં હાલચલ રહેવાની શક્યતા છે. અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળવાયુ જણાશે. કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુ જણાશે. 


તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે, સરકારની ખેડૂતો માટે મહત્વની જાહેરાત


26 માર્ચ થી 26 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો


ગુજરાતમાં 26 માર્ચ થી 26 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો અને વંટોળ જેવી મુશ્કેલીઓ આવવાના એંધાણ છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહી કરવામા આવી છે. રાજ્યમાં ઑક્ટોબર મહિના સુધી વરસાદ આવવાની શક્યતા સાથે ખેડૂતો માટે આ ચોમાસામાં વરસાદનું પ્રમાણ સારું રેહવાની શક્યતા વ્યક્ત કરી હતી.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.