ગુજરાતમાં ફરી વરસાદની આગાહી : આ તારીખોએ મુસીબત બનીને ત્રાટકશે માવઠું
Weather Update Today : ફેબ્રુઆરી મહિનો ગુજરાત માટે ભારે બનીને રહેવાનો છે... ગુજરાતમાં આજથી વાતાવરણ પલટાશે... 5 અને 6 ફેબ્રુઆરીએ ગુજરાતમાં વરસાદની છે આગાહી
Gujarat Weather Forecast : ફેબ્રુઆરી મહિનામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે. આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. ફેબ્રુઆરી મહિનામાં કમોસમી માવઠું ફરી એકવાર મુસીબત બનીને ત્રાટકવાનું છે. કમોસમી વરસાદની આગાહીથી ગુજરાતના ખેડૂતો પર મુસીબતના વાદળો મંડરાયા છે. જોકે, આ માવઠુ સમગ્ર ગુજરાતને નડશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે. આગાહી મુજબ 5 ફેબ્રુઆરીથી ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. પશ્ચિમી વિક્ષેપને લઈ તારીખ 5 અને 6 ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એમ પણ કહ્યું કે, આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠુ થઇ શકે છે.
સૌથી અમીર મુસ્લિમ દેશમાં બન્યું ભવ્ય BAPS હિન્દુ મંદિર, પીએમ 14મીએ કરશે ઉદઘાટન
ક્યાં ક્યાં વરસાદ આવશે
ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે તેવામાં પવનની દિશા બદલાતા 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ તથા કચ્છ જીલ્લામાં છૂટાછવાયા સામાન્ય ઝાપટાં થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હાલ સમગ્ર ગુજરાતમાંથી ઠંડી જાણે ગાયબ થઈ ગઈ છે. પરંતું કાતિલ ઠંડીનો દોર ફરીથી આવશે. તેમણે કહ્યું કે, આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પિશ્ચિમી વિક્ષેપ આવશે. જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે.
પાંચ ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે.
Rare Video : રંગ બદલવામાં તો કાચીંડાની પણ ઉસ્તાદ છે આ માછલી, વીડિયો જોઈ દંગ રહી જશો