મુસ્તાક દલ/જામનગર : ભુમાફિયા જયેશ પટેલે કરોડોની જમીન પચાવવાની વધુ એક ઘટના સામે આવી છે. રૂ.30 કરોડની જમીન પચાવી પાડવાની પોલીસ ફરિયાદ આજે જામનગર શહેરમાં દાખલ કરવામાં આવી છે. 10 કરોડ, 12.5 કરોડ અને 7.5 કરોડ ની 3 પોલીસ ફરિયાદ અલગ અલગ ફરિયાદી દ્વારા નોધાવમાં આવી છે. જયેશ પટેલ અને તેના વકિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી એલ.સી.બી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ભુમાફિયા વિરુદ્ધ 3 જુદી જુદી પોલીસ ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી છે. જામનગર શહેરના ગ્રીનસીટી વિસ્તારસામે રામવાડી જગ્યાની કરોડોની જમીન પચાવી છે. જયેશ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ પણ જાહેર કરવામા આવી છે. જયેશ પટેલને પોલીસ દ્વારા ભાગેડું જાહેર કરવામાં આવ્યો છે. અગાઉના 100 કરોડના જમીન કૌભાંડ અને વકિલ કિરીટ જોશી હત્યાનો કેસમાં મુખ્ય આરોપી તરીકે તેની ભૂમિકા રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ-સુરતમાં હિરાનુ વેકેશન પડતા જ સૌરાષ્ટ્ર રૂટની ખાનગી બસોના ભાડા બમણા થયા


જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી જમીનો પચાવી પાડવા મામલે ચર્ચામાં આવેલ અને વકીલ કિરીટ જોશી મર્ડર કેસના આરોપી જયેશ પટેલ સામે એકીસાથે ત્રણ ગુન્હાઓ સીટી એ ડિવીજન પોલીસ મથકમાં નોંધાયા છે. જે ત્રણ ગુન્હાઓ નોંધાયા છે, તેમાં નામાંકિત વકીલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. કેસની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે. જે ફરિયાદો દાખલ થઇ છે તેમાં નીલેશભાઈ વારોતરીયા, હમીરભાઈ ચેતરિયા અને રમતારામ પરમાર આ ત્રણેય વ્યક્તિઓની માલિકીની જુદા-જુદા સ્થળોએ કરોડોની કીમતી જમીન આવેલ હોય. આ જમીન પચાવી પાડવા માટે જયેશ પટેલે કાવતરું ઘડીને અખબારોમાં આ અંગેની જાહેરાતો છપાવી હતી. આ ત્રણેય માલિકોની મળીને કુલ ૩૦ કરોડ જેટલી જમીન પચાવી પાડવા જમીનોના ખોટા દસ્તાવેજ ઉભા કરી અખબારોમાં જાહેરાતો છપાવી અને છેતરપીંડી કર્યાની ફરિયાદ કલમો ૪૨૦ ૪૬૫ ૪૬૭ ૪૬૮ ૧૨૦(બી) ૩૪ મુજબ સીટી એ ડીવીઝન મથકમાં નોંધાઈ છે. જે ફરિયાદ નોંધાઈ છે તેમાં જયેશ પટેલ ઉપરાંત વકીલ વી.એલ.માનસેતા સામે પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. 


લીલા દુષ્કાળના કારણે પાક. નિષ્ફળ: તહેવાર ટાણે ફુલો પણ 5 ગણા ભાવે વેચાઇ રહ્યા છે


અરબી સમુદ્રમાં 'ક્યાર' વાવાઝોડુ સક્રીય: તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ


વકીલની હત્યા બાદ ફરાર થયેલો જયેશ પટેલ હજુ પણ શહેરમાં જમીન પચાવી પાડવી તેમજ ગેરકાયદેસર કબજે કરવા વગેરે પ્રવૃત્તિ કરતો હોવાનું બહાર આવ્યું છે. ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ અગાઉ પોલીસે રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરી છે. તેની મિલકત જપ્તીની કાર્યવાહી પણ કરવામાં આવી છે. હાલ જયેશ પટેલ વિદેશમાં ફરાર હોવાનું પોલીસ જણાવી રહી છે. ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ તેમજ જામનગર પોલીસ દ્વારા સતત જયેશ પટેલની ગતિવિધિઓ પર વોચ રાખવામાં આવી રહી છે. આવા કોઈ વધુ ગુના આચરે તે પહેલા ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.