ડાયમંડ સીટી હવે બન્યું ઓર્ગન ડોનર સીટી! વધુ એક મૃતકના પરિવારે અંગદાન કરી 4 લોકોને નવી જિંદગી આપી
સુરતના સચીન કનકપુર સ્થિત રવીદર્શન રો-હાઉસમાં રહેતા અને સચીનમાં ચાની લારી ચલાવતા જયેશભાઈ રમેશભાઈ ચેરીપલ્લી તારીખ 22 ઓક્ટોબરના રોજ પોતાની ચાની લારી પર સાંજે 4 વાગ્યે કામ કરી રહ્યા હતા.
ચેતન પટેલ/સુરત: વધુ એક અંગદાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કિરણ હોસ્પિટલથી કરાવવામાં આવ્યું છે. પદ્મશાળી તેલુગુ સમાજના જયેશભાઈ રમેશભાઈ ચેરીપલ્લીના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી જયેશભાઈના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
કોણ કહે છે ગુજરાતમાં ઠંડી શરૂ થશે! અહીં શરૂ થયો ધોધમાર વરસાદ, જાણો શું કહે છે આગાહી?
સુરતના સચીન કનકપુર સ્થિત રવીદર્શન રો-હાઉસમાં રહેતા અને સચીનમાં ચાની લારી ચલાવતા જયેશભાઈ રમેશભાઈ ચેરીપલ્લી તારીખ 22 ઓક્ટોબરના રોજ પોતાની ચાની લારી પર સાંજે 4 વાગ્યે કામ કરી રહ્યા હતા.ત્યારે તેને ચક્કર આવતા તે નીચે પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. તેઓને તાત્કાલિક નજીકમાં આવેલ સમર્પણ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં નિદાન માટે MRI કરાવતા પેરાલિસીસની અસર જણાતા ડુંગરી, વૈધ હોસ્પીટલમાં દાખલ કર્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે પરિવારજનોએ તેઓને સુરતની કિરણ હોસ્પિટલમાં તારીખ 25 ઓક્ટોમ્બરના રોજ દાખલ કર્યા હતા.
મંદીનું વાવાઝોડું પણ આ શેરનો વાળ વાંકો ન કરી શક્યુ: 10 દિવસમાં રોકાણકારોના પૈસા ડબલ
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો હતો.દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 16 વર્ષીય યુવકમાં બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 28 વર્ષીય યુવાનમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 49 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીમાં કરવામાં આવશે.
AMC: કૂતરા નહીં સફેદ હાથી! 3 વર્ષ 9.11 કરોડ વપરાયા, 1 કૂતરા પાછળ 1000 ખર્ચ