મૌલિક ધામેચા/અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસના કેસનો આંકડો 10 હજારને પાર પહોંચી ગયો છે. આ દરમિયાન અને કોરોના વોરિયર ડોક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મી પણ કોરોનાનો શિકાર બન્યા છે. ત્યારે શહેરમાં કોરોનાએ વધુ એક પોલીસ કર્મીનો ભોગ લીધો છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા  ASI ગિરીશ બારોટનું કોરોનાથી નિધન થયું છે. ચાર દિવસ પહેલા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી ત્રણ પોલીસકર્મીના મૃત્યુ
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગિરીશ ભાઈ બારોટનો ચાર દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા અને લીવરની પણ તકલીફ હતી. ત્યારબાદ કોરોનાની સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. તો થોડા દિવસ પહેલાં જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભરતજીનું પણ કોરોનાથી મૃત્યુ થયું હતું. આમ અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાએ ત્રણ પોલીસકર્મીઓનો ભોગ લીધો છે. 


હોસ્પિટલ & નર્સિંગ હોમ્સ એસોસિએશનનો જયંતિ રવિને પત્ર, ટેસ્ટિંગ પોલિસીને લઈને ઉઠાવ્યા ગંભીર સવાલ


અમદાવાદમાં કોરોનાના કેસ 10 હજારને પાર
 અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 10 હજારના પાર થઈ ગયો છે. અમદાવાદમાં 24 કલાકમા 277 નવા કેસ નોંધાયા છે. આમ, અમદાવાદમાં જ કુલ કેસનો આંકડો 10001 પર પહોંચી ગયો છે. ગુજરાતના 68 ટકા કેસ એકલા અમદાવાદમાં જ છે. તો અમદાવાદમાં કુલ મોત 669 થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર