ખાખી વર્દીને બદનામ કરતી અમદાવાદ પોલીસ : વધુ એક તોડકાંડ કરી દિલ્હીના વેપારીને લૂંટી લીધો
Ahmedabad Police : અમદાવાદ G ટ્રાફિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ કર્યો 20 હજારનો તોડ,,,, દિલ્લીથી મેચ જોવા આવેલા યુવકને દારૂની બોટલ સાથે ઝડપી કર્યો તોડ,,, મની ટ્રાન્સફર કરતા વ્યક્તિના ખાતામાં રૂપિયા કરાવ્યા ટ્રાન્સફર,,, `ક ડિવિઝન` ટ્રાફિક એસીપીને સોંપાઈ
Gujarat Police : અમદાવાદ પોલીસે ફરી એકવાર ખાખી વર્દીને બદનામ કરી છે. અમદાવાદ પોલીસે ફરી એકવાર તોડકાંડ કરીને ખાખી પર કાળો ડાઘ લગાવ્યો છે. અમદાવાદ પોલીસનો વધુ એક તોડ કાંડ સામે આવ્યો છે. અમદાવાદ પોલીસના કર્મચારીઓ પર ફરી તોડ કર્યાનો આરોપ લાગ્યો છે. G ટ્રાફિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ દારૂની બોટલ સાથે પકડાયેલા દિલ્હીના યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા. દિલ્હીના યુવાન પાસેથી 20 હજારનો તોડ કર્યાનો આરોપ અમદાવાદ પોલીસના કર્મચારીઓ પર લાગ્યો છે.
સોલા બાદ નાના ચિલોડા પાસે બની ઘટના
સોલા પોલીસનો તોડકાંડ હજી તાજો જ છે ત્યાં અમદાવાદમાં જી ટ્રાફીક પોલીસ સ્ટેશનના કર્મીઓએ તોડ દિલ્હીના એક યુવક પાસેથી મોટી રકમનો તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે. દિલ્હીથી મેચ જોવા આવેલા યુવક પાસેથી પોલીસે હજારો રૂપિયા પડાવ્યા છે. ચાર પોલીસ કર્મચારીઓએ તેની પાસેથી મામલો પતાવવા 2 લાખ રૂપિયાની માંગ કરી હતી. આખરે 20 હજારનો તોડ કર્યો હતો. દારૂની બોટલ સાથે પકડાયેલા યુવક પાસેથી રૂપિયા 20 હજાર રૂપિયાનો તોડ કર્યો છે.
કેવું મોત આવ્યું! હાઈવે પર ઉભેલી બસને પાછળથી આવતી બસે ટક્કર મારી, 4ના મોત
શું બન્યું હતું
દિલ્હીનો કાનવ મનચંદા નામનો વેપારી વર્લ્ડકપ ફાઈનલની મેચ જોવા માટે અમદાવાદ આવ્યો હતો. નાના ચિલોડા પાસેથી કાનવ મનચંદા પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રાફિકના પોલીસે તેમને અટકાવ્યા હતા. દિલ્હીના આ વેપારી પાસે દારૂની બોટલ હતી. તેથી પોલીસ તેમને કેસ કરવાની ધમકી આપી હતી. ત્યાર બાદ પોલીસ સ્ટેશન લઈ જવાનું કહીને આસપાસના વિસ્તારોમાં ફેરવ્યા હતા. બાદમાં કેસ પતાવવા માટે 2 લાખની માંગણી કરી હતી. જોકે, રકઝકના અંતે 20 હજારમાં પતાવટ થઈ હતી. અંતે કાનવ મનચંદાએ યુપીઆઈથી 20 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
દિલ્હીથી ફરિયાદ દાખલ કરાવાશે
ત્યારે આ ઘટના બહાર આવતા જ ટ્રાફીક DCP પુર્વ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. સમગ્ર મામલે તપાસ ક ડિવિઝન ટ્રાફિક એસીપીને સોંપવામાં આવી છે. જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા તે અન્ય વ્યક્તિ હોવાનું ખૂલ્યું છે. મની ટ્રાન્સફર કરતા વ્યક્તિના ખાતામાં પોલિસ કર્મચારીએ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં કુલ 4 કર્મચારીની તોડકાંડમાં સંડોવણી હોવાનું ખૂલ્યું છે. તો બીજી તરફ, દિલ્હીના વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ફરિયાદી દિલ્હી હશે તો ત્યાંથી ઝીરો નંબરે ફરિયાદ દાખલ કરાવી અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવશે.
ગુજરાતમાં કારચાલકો બેફામ : પોરબંદરમાં ફુલસ્પીડ કારની ટક્કરે મહિલા TRB જવાનનું મોત
હાઈકોર્ટે સોલા તોડકાંડ પર લગાવી હતી ફટકાર
અમદાવાદમાં બનેલ ઓગણજ લૂંટ અને બહુચર્ચિત તોડકાંસ કેસ મામલે ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઇકોર્ટે આ કેસમાં વધુ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સરકારને મહત્વપૂર્ણ નિર્દેશ કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના ઓફિસરોના વલણ પર કડક ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે પોલીસ કર્મીઓની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જાહેર હેલ્પલાઈન નંબરના પ્રચાર પ્રસારની રીત પર અસંતોષ વ્યક્ત કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, જિલ્લાધિકારી (કલેક્ટર) અને પોલીસ કમિશનર (સીપી) જેવા અધિકારીઓ જાણે કે ભગવાનની જેમ વર્તે છે. સામાન્ય નાગરિકોના પહોંચથી તેઓ દૂર છે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ પી મયીની બેન્ચે સરકારને સૂચનો કર્યા કે, સરકાર દ્વારા સ્થાપિત ફરિયાદ નિવારણ કેન્દ્ર અને હેલ્પલાઈન નંબર વિશે જનતાના સ્પષ્ટ રીતે માહિતી આપો.
રુંવાડા ઉભા થઈ જાય તેવા દિવસો ગુજરાતમાં આવશે, માવઠું અને ઠંડી એકસાથે તૂટી પડશે