Heart Attack: રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત, કુદરતી હાજતે ગયા બાદ ઢળી પડ્યો અને પછી...
રાજકોટના આજી વસાહતમાં આવેલ ખોડિયારનગરમાં આ ઘટના બની છે. કુદરતી હાજતે ગયેલા 23 વર્ષીય નિલેશ ચાવડા બાથરૂમમાં જ ઢળી પડતા મોતને ભેટ્યો હતો. વ્હેલી સવારે મૃતકના પિતાએ બાથરૂમનો દરવાજો ખખડાવતા નિલેશે ન ખોલતા કઈંક શંકા ગઈ હતી.
Heart Attack: રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. આજી વસાહતમાં આવેલ ખોડિયારનગરમાં કુદરતી હાજતે ગયેલા 23 વર્ષના નિલેશ ચાવડા નામના યુવકનું હાર્ટ એટેક મોત થયું છે. યુવક બાથરૂમમાં જ ઢળી પડ્યો હતો જેને બાથરૂમનો દરવાજો તોડી બહાર કઢાયો હતો. 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.
તમારો દિકરો કે દીકરી આ રીતે કેનેડા ગયા છે? 700 વિદ્યાર્થીઓ પર છે સૌથી મોટું જોખમ
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના આજી વસાહતમાં આવેલ ખોડિયારનગરમાં આ ઘટના બની છે. કુદરતી હાજતે ગયેલા 23 વર્ષીય નિલેશ ચાવડા બાથરૂમમાં જ ઢળી પડતા મોતને ભેટ્યો હતો. વ્હેલી સવારે મૃતકના પિતાએ બાથરૂમનો દરવાજો ખખડાવતા નિલેશે ન ખોલતા કઈંક શંકા ગઈ હતી અને બાદમાં દરવાજો તોડી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમા શોકનો માહોલ છવાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અગાઉ પણ ક્રિકેટ રમતા રમતા યુવકનું મૃત્યું થયું હતું.
ગુજરાતના આ વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ; ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં થોડા દિવસ અગાઉ ક્રિકેટ રમતી વખતે એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતુ. જીગ્નેશ ચૌહાણ નામનો યુવક રેસકોર્સ ખાતે ક્રિકેટ રમતો હતો. ક્રિકેટ રમતી વખતે યુવકને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવતા યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. રાજકોટમાં થોડા દિવસમાં હાર્ટ એટેકની વધુ ઘટના બની રહી છે.