પોરબંદર : નવા બંદરની અલવાહીદ નામની બોટ 26મીએ માછીમારી કરવા માટે નિકળી હતી. રવિવારે સવારે બોટમાં સવાર માછીમારો જાળ ઉઠાવતા સમયે મોટા પ્રમાણમાં જેલી ફીશ ફસાઇ હતી. જેલીફીશના વજનના કારણે બોટ એક તરફ નમી ગઇ હતી. જો કે બોટમાં સવાર ટંડેલ અને માછીમારોને બાજુમાં માછીમારી કરતી બોટે તમામને બચાવી લીધા હતા. જખૌ બંદરની દરિયા ક્રિક વિસ્તારમાં નવા બંદરની અલવાહીદ નામની માછીમારી બોટે જળ સમાધી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 20 નવા કેસ, 28 દર્દી સાજા થયા, એક નાગરિકનું મોત


બોટમાં રહેલા પાંચેય માછીમારી કરતી બોટે તમામનું રેસક્યું કર્યું હતું. 26 ના રોજ બંદરની માછીમારી કરી જખૌ બંદર પર અલવાહીદ નામની બોટ જવા માટે નિકળી હતી. આઇ.એનડી GU 14 MM 379 રજીસ્ટ્રેશન નંબરની બોટના માલિક અબ્બાસ મામદ ચડિયાત છે. બોટ કોરીક્રીકમાં માછીમારી કરી રહી હતી. જેમાં 31-10 ની રોજ સવારે ટંડેલ અને માછીમારો દ્વારા પોતાની માછીમારીની જાળ ઉપાડતા જાળમાં મોટી માત્રામાં જેલીફીશ ફસાઇ જતા બોટ નમી ગઇ હતી. જોત જોતામાં બોટમાં પાણી ભરાતા બોટ ડુબવા લાગી હતી. 


દિવાળીમાં આવ્યા નવી જ પ્રકારનાં ફટાકડા, જો કે ફટાકડા ફોડતી વખતે આટલી સાવચેતી જરૂર રાખો


માછીમારોએ બુમાબુમ કરતા બાજુમાં અન્ય બોટ એલર્ટ થઇ ગઇ હતી. ગરીબ નવાઝ નામની બોટ દ્વારા તમામને બચાવીને નજીકના બંદરે લઇ જવાયા હતા. ટંડેલ ચૌહાણ સાદિક ઇશા અને બોટના ખલાસીઓ થૈયમ હુસેન હાજી, ચૌહાણ મોહમ્મદ સફી સાદીક, શેખ ઓસમાણ ઉમર, બાંભણીયા ભચુ પાલ (નવાબંદર) નો બચાવ થયો હતો. તો બીજી તરફ પોરબંદર વિસ્તારની બંદર વિસ્તારમાં નાની હોડીમાં ગેસ લીકેજ થતા આગ લાગી ગઇ હતી. રસોઈ બનાવતી વેળાએ બનેલી ઘટનામાં 2 માછીમારો દાઝ્યા હતા. જય સોમનાથ નામની હોડીમાં આગ લાગતા આ દુર્ઘટના બની હતી. બંને માછીમારોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube