ઝી બ્યુરો/ખેડા: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મોરઆમલી ગામે બે દિવસ અગાઉ પોતાના સાળાના લગ્ન પ્રસંગે સાવલી તાલુકાના નારા ગામેથી કેટલાક વ્યક્તિઓ સાથે સસરાના ઘરે આવેલા જમાઈએ ડાન્સ કરવા બાબતે ઝઘડો કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે સિગ્નલ પર નહીં પડે પોલીસની જરૂર! ટ્રાફિકનો નિયમ તોડનારનું AI કાપશે ચલણ


જે ઝઘડો ઉગ્ર બનતા જમાઈ સુરવિરસિંહ ઉર્ફે જીગ્નેશ પરમાર અને તેની સાથે આવેલા લોકોએ પોતાની સાથે લાવેલા ચપ્પુ સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરતા એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. તેમજ ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. 


Jio યૂઝર્સ આનંદો...જિયોનો નવો પ્લાન લોન્ચ, ફ્રીમાં મળશે આટલું બધુ, વિગતો જાણો


હુમલો કરી આરોપીઓ કાર લઈ ફરાર થઈ ગયા હતા.જે મામલામાં ડાકોર પોલીસ દ્વારા ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ નામજોગ તેમજ અન્ય અજાણ્યા ઈસમો સહિત નવ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન પોલીસ દ્વારા આજરોજ જમાઈ સહિત અન્ય જમાઈના ત્રણ મિત્રોની ધરપકડ કરી ફરિયાદમાં દર્શાવેલા અજાણ્યા વ્યક્તિઓ કોણ હતા તે દિશામાં તપાસ શરૂ કરી. 


IPL વચ્ચે મોટી ખબર : વિરાટ અને અનુષ્કા સંતાનોના ઉછેર માટે લઈ શકે છે મોટો નિર્ણય