ચેતન પટેલ, સુરત: સુરતના ઓલપાડમાં અજાણ્યા કાર ચાલકે 4 લોકોને અડફેટે લેતા 1 મહિલાનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. મહિલાનું મોત થતાં ગ્રામજનોએ વિરોધ શરૂ કરી દીધો હતો. એટલું જ નહીં, ગ્રામજનોએ મહિલાના મૃતદેહને રસ્તા વચ્ચે જ મૂકી દેખાવો શરૂ કર્યા હતા. સ્થાનિકો અને મૃતકના પરિવારજનોએ માગ કરી કે જ્યાં સુધી રસ્તા પર બમ્પ નહીં મુકવામાં આવે, ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે. ગ્રામજનોનાં આવા જ વિરોધના પગલે રોડ પર ટ્રાફિક જામ થયો. બીજી તરફ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ચૂંટણી લડવા અંગે હાર્દિકે ફેસબુક પર પૂછ્યો પ્રશ્ન, જાણો લોકોનું શું છે રિઍક્શન


સુરતના ઓલપાડ તલાડ ગામ પાસે આજે સવારે એખ પુરપાટ ઝડપે જતી ટવેરા કાર ચાલકે એક્ટીવા પર સવાર ત્રણ લોકો તથા રસ્તો ક્રોસ કરતી એક મહિલાને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટના બનતા જ એકટીવા 10 ફૂટ ઉંચૂ ફંગોળાયને ખાડામાં પડ્યું હતું. તથા મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યૂ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ઓલપાડ વિસ્તારના આસપાસના તમામ ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા.


વધુમાં વાંચો: મોરબીમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો, પોલીસે ચારને દબોચ્યા


અંદાજિત એક હજારથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવી સુરત-ઓલપાડનો હાઇવે પર બાંબુ આડા કરી રસ્તો બંધ કરાવી દીધો હતો. તેમની એક જ માંગ હતી કે તાત્કાલીક ધોરણે રસ્તા પર સ્પીડ બ્રેકર નાખવામાં આવે. અગાઉ પણ ગ્રામવાસીઓ દ્વારા સ્પીડ બ્રેકર નાંખવા માટે અરજીઓ પણ કરવામાં આવી હતી. જો કે, તેમની કોઇ પણ પ્રકારની વાત સાંભળવામાં આવી ન હતી. આ અગાઉ પણ અહીં આજ રસ્તા પર 45થી 50 લોકોના મોત નિપજ્યાં છે.


વધુમાં વાંચો: રાજ્યમાં કાળો કહેર: 2019માં સ્વાઈન ફ્લૂના કારણે મોતનો આંકડો 50ને પાર


બીજી તરફ વાતની જાણ થતા જ ઓલપાડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગ્રામવાસીઓ દ્વારા તાત્કાલીક અહીં સ્પીડ બ્રેકર મુકાવવાની વાતે અડંગ રહ્યાં હતા. અંદાજિત 3 કલાક સુધી આ જ રીતે રસ્તો બંધ રાખવામાં આવ્યો હતો. આખરે મામલતદાર તથા જે. ઇજનેર આવતા મામલો થાળે પાડ્યો હતો.


વધુમાં વાંચો: સુરત: પાંડેસરામાં મિલનો સ્લેબ તૂટતા 4 મજૂરો દટાયા, 2ના મોત


તેઓએ આશ્વાસન આપ્યું હતું કે બે દિવસમાં સ્પીડ બ્રેકર તથા 15 દિવસની અંદર રીફલેક્ટર લગાવી દેવામાં આવશે. આશ્વાસન મળતાની સાથે જ ગામવાસીઓએ મૃતક પાલીબેનનો મૃતદેહ ઉંચકી લઇ તેમને સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો અને રસ્તો ફરીથી વાહન વ્યવહાર માટે શરૂ કરી દીધો હતો.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...