રાજ્યમાં સ્વાઈનફલૂનો ભરડો, બનાસકાઠામાં એક મહિલાનું મોત
બનાસકાંઠા વિસ્તારમાં સ્વાઈનફલૂથી વધુ એક મહિલાનું મોત થયું છે. દાંતીવાડા તાલુકાના ડાંગીયા રાણપુર ગામમાં એક મહિલાનું સ્વાઇનફલૂના કારણે મોત નીપજ્યું છે.
બનાસકાંઠા: બનાસકાંઠા વિસ્તારમાં સ્વાઈનફલૂથી વધુ એક મહિલાનું મોત થયું છે. દાંતીવાડા તાલુકાના ડાંગીયા રાણપુર ગામમાં એક મહિલાનું સ્વાઇનફલૂના કારણે મોત નીપજ્યું છે. આ મહિલા છેલ્લા કેટલાક સમયથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતી. અને સરાવાર દરમિયાન તેનું મોત થયું છે. સ્વાઇન ફ્ર્લૂથી મોતની વાત કરીએ તો બનાસકાંઠામાં અત્યાર સુધી સ્વાઇનફ્લૂના કારણે અનેક લોકો ભોગ બન્યા છે. બનાંસકાઠાની સરકારી હોસ્પિટલમાં સ્વાઇનફ્લૂના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં 15 જેટલા દર્દીઓ સરવાર હેઠળ છે.
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના રોકવામાં સરકાર અસફળ
આ પ્રકારના ગંભીર રોગોમાં સરકાર કોઇ કાયમી અને નક્કર પગલા લેતી નથી. સ્વાઇન ફ્લૂના ટેસ્ટ માટે રાજયમાં પુરતા પ્રમાણમાં લેબોરેટરી નથી. પુરતા પ્રમાણમાં સાવધાની રાખવામાં આવતી નથી.સરકાર માત્ર સ્વાઇનફ્લૂથી બચવા માટેની જાહેરાતો કરે છે. આ રોગથી મૃત્યુ નીપજે તેના પરિવારજનોને સરકારે વળતર આપવાની ફરજ છે. રાજયના નાગરિકોને સારૂ સ્વાસ્થય આપવાની જવાબદારી સરકારની છે જો સરકાર તેમા નિષ્ફળ જાય તો તેના માટે વળતર ચુકવવુ જોઇએ.