વડોદરામાં કોરોના વાયરસને કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો, અત્યાર સુધી 8 લોકોના મૃત્યુ
વડોદરામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 186 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રવિ અગ્રવાલ/વડોદરાઃ વડોદરામાં કોરોના વાયરસને કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. 55 વર્ષીય કોરોના પોઝિટિવ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમને છેલ્લા 6 વર્ષથી ડાયાબિટીસની પણ સમસ્યા હતા. આ સાથે વડોદરામાં કોરોના વાયરસના અત્યાર સુધી 186 કેસ સામે આવ્યા છે.
વડોદરામાં કુલ 8 લોકોના મૃત્યુ
વડોદરામાં અત્યાર સુધી કોરોના વાયરસે કુલ 8 લોકોનો ભોગ લીધો છે. તો શહેરમાં અત્યાર સુધી 186 કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. વડોદરામાં નાગરવાડા વિસ્તારમાંથી અત્યાર સુધી કોરોના વાયરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આ વિસ્તાર હોટસ્પોટ જાહેર થયેલો છે. તંત્રએ અહીં સુરક્ષા પણ વધારી દીધી છે. અહીં પોલીસકર્મીઓ બોડી પ્રોટેક્શન કીટની સાથે ફરજ બજાવી રહ્યાં છે.
ગુજરાતમાં કોરોનાના 1851 કેસ
આ 108 કેસના વધારા સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1851 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 1192 કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સુરતમાં 244, વડોદરામાં 181, રાજકોટમાં 38, ભાવનગરમાં 32 કેસ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube