ઝી બ્યુરો/નવસારી: નાના બાળકોને એકલા રમતા છોડી દેતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નાના બાળકોને પોતાના વાલીઓએ તેમની નજર સમક્ષ જ રમતા રાખવા જોઈએ, નહીં તો નવસારીમાં બનેલી ઘટના જેવી ઘટનાઓ બની શકે છે. કારણ કે વાલીની નજર બહાર નાની વયનું બાળક ક્યાં કયા સ્થળે પહોંચી જાય એ કહેવું મુશ્કેલ છે, ત્યારે આજે બનેલી ઘટના વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે અટકશે નશાનો કારોબાર? અ'વાદમાં ઝડપાયું લાખોનું ડ્રગ્સ,ખુલ્યું રાજસ્થાન કનેક્શન


આ વિશે મળતી માહિતી પ્રમાણે, નવસારી શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના જમાલપોરના નીલકંઠ અપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી પરિવારની એક વર્ષીય બાળા રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી હતી. વોચમેન પિતા સૂતા હતા અને માતા ઘરકામ કરવા ગઈ હતી. તે દરમિયાન નાની બાળા રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડતા તેનું ડૂબી જવાથી કરૂણ મોત થયું હતું. 


કુદરત તારા ખજાને ખોટ શું પડી! નવરાત્રિની પ્રેક્ટિસ દરમ્યાન જૂનાગઢમાં યુવાનનું મોત


આ ઘટના બાદ અચાનક જાગી ગયેલા પિતાએ દીકરીને ડોલમાં જોતા તેમના હોશ ઉડી ગયા હતા. પિતાએ જોયું તો પોતાની વ્હાલસોયી દીકરી હવે આ દુનિયામાં રહી નહોતી. તરત દીકરીને ડોલમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલમાં બાળાને લાવતા તબીબોએ તપાસીને મૃત જાહેર કરી હતી.


ગુજરાતમાં એક નહીં, બે-બે વાવાઝોડાનો ખતરો, 2018 જેટલું હશે ખતરનાક, જાણો ક્યારે આવશે


સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. પોતાના સંતાનને ગુમાવતા નેપાળી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.


કેનેડાના લોકોને હાલ વિઝા મળશે નહીં, વિવાદ વચ્ચે સરકારનો મોટો નિર્ણય