કેનેડાના લોકોને હાલ વિઝા મળશે નહીં, વિવાદ વચ્ચે સરકારનો મોટો નિર્ણય

India-Canada Conflict: ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યું કે તમામ આરોપ રાજનીતિથી પ્રેરિત છે. 

કેનેડાના લોકોને હાલ વિઝા મળશે નહીં, વિવાદ વચ્ચે સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હીઃ India-Canada Tension: ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હદત્યાને લઈને ભારત અને કેનેડામાં વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે ગુરૂવારે મોટો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે કેનેડાના લોકોને હાલમાં વિઝા મળશે નહીં. 

બાગચીએ હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના આરોપ પર કહ્યું કે આ રાજનીતિથી પ્રેરિત છે. આ આરોપ પાયાવિહોણા છે. હકીકતમાં હાલમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ દાવો કર્યો હતો કે ભારતીય એજન્ટનો નિજ્જરની હત્યામાં હાથ હોઈ શકે છે. 

— ANI (@ANI) September 21, 2023

વિદેશ મંત્રાલયે શું કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ- કેનેડામાં જે હાઈ કમિશન અને કોન્યુલેટ છે, તેને સુરક્ષાની ચિંતા છે. ધમકીનો સામનો કરી રહ્યાં છે. તેનાથી તેનું સામાન્ય કામકાજ પ્રભાવિત થઈ રહ્યું છે. તેથી હાઈ કમીશન અને કોન્યુલેટ વિઝા અસ્થાયી રીતે વિઝા એપ્લીકેશન પ્રોવાઇડ કરી રહ્યાં નથી. તેની સમીક્ષા થતી રહેશે. 

કેનેડામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં સુરક્ષા વધારવાના સવાલના જવાબમાં બાગચીએ કહ્યુ- અમારૂ માનવું છે કે સુરક્ષા પ્રદાન કરવી યજમાન દેશની જવાબદારી છે. કેટલીક જગ્યા પર અમારી પોતાની સુરક્ષા વ્યવસ્થા પણ છે, પરંતુ તેના પર જાહેરમાં ચર્ચા કરવા યોગ્ય નથી. આ યોગ્ય સ્થિતિ નથી. 

— ANI (@ANI) September 21, 2023

કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે પત્રકારોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું, 'જો તમે પ્રતિષ્ઠાના મુદ્દાઓ અને પ્રતિષ્ઠાને નુકસાન વિશે વાત કરી રહ્યા છો, જો કોઈ દેશ છે જેણે આ તરફ ધ્યાન આપવાની જરૂર છે, તો મને લાગે છે કે તે કેનેડા છે. આતંકવાદીઓ, ઉગ્રવાદીઓ અને સંગઠિત અપરાધ માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે તેની પ્રતિષ્ઠા વધી છે. તેમણે કહ્યું કે ભારતને લાગે છે કે કેનેડા એક એવો દેશ છે જેને તેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાની ચિંતા કરવાની જરૂર છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news