સુરતમાં બાળકીના મોતથી માતા-પિતા અજાણ, ઘરનો સ્લેબ પડવાથી પરિવાર ઇજાગ્રસ્ત
ભેસ્તાન સરસ્વતી આવાસમાં (Bhestan EWS Awas) રાત્રી દરમિયાન ઘરમાં પોપડા પડ્યા હતા. આ ઘટનામાં પરિવારને ઈજા (Injured family) થઇ હતી
ચેતન પટેલ/ સુરત: ભેસ્તાન સરસ્વતી આવાસમાં (Bhestan EWS Awas) રાત્રી દરમિયાન ઘરમાં પોપડા પડ્યા હતા. આ ઘટનામાં પરિવારને ઈજા (Injured family) થઇ હતી. જેમાં પતિ-પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ 1 વર્ષની બાળકીનું મોત (Child Death) થયું છે. આ ઘટનાને લઈને ત્યાંના રહેવાસીઓ રોષે ભરાયા હતા અને સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) ખાતે રોષ વ્યક્ત કર્યો હતો.
સુરતના (Surat) પાંડેસરા ભેસ્તાન સ્થિત સરસ્વતી આવાસ (Bhestan EWS Awas) આવેલું છે. આ આવાસના એક બિલ્ડીંગમાં પ્રદીપ ખાંડે તેમની પત્ની આશા અને 1 વર્ષીય બાળકી સિયા સાથે રહે છે. ગત રાત્રીના સમયે પરિવાર નિંદ્રા માણી રહ્યો હતો તે દરમિયાન ઘરના પોપડા પરિવાર પર પડ્યા (Slab Collapse) હતા. આ ઘટનાને લઈને આવાસમાં અફરાતફરી મચી જવા પામી હતી.
આ પણ વાંચો:- પાલનપુરમાં ધોધમાર વરસાદથી કાગળની જેમ તૂટ્યો પુલ, જુઓ Live Video
બીજી તરફ રહીશો એકઠા થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા પરિવારજનોને (Injured family) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે, બનાવની જાણ થતા ફાયર વિભાગનો (Fire Department) કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં માતા-પિતાને ગંભીર ઈજાઓ થઇ છે તેઓની હોસ્પિટલમાં (Hospital) સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો:- વેપારીઓ ઓનલાઇન ખરીદે છે ડાયમંડ, સોશિયલ મીડિયા મારફતે મોકલે છે હીરા
તો બીજી તરફ 1 વર્ષીય સિયા પ્રદીપ ખાંડેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈને પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. સિયાના પિતા ટેમ્પો ચાલક હોવાનું અને માતા હાઉસ વાઇફ હોવાનું જાણવા મળ્યું છે. મૂળ એમપીના રહેવાસી ખાંડે પરિવાર આઘાતમાં સરી ન જાય એ માટે માસુમ દીકરીના મોતથી અજાણ રખાયા છે. માસુમની પોસ્ટમોર્ટમ કામગીરી માટે ફોઈએ જવાબદારી ઉપાડી છે.
આ પણ વાંચો:- Amit Shah એ રૂપાલના વેક્સિનેશન સેન્ટરની મુલાકાત બાદ વરદાયિની માતાના કર્યા દર્શન
રહીશોએ સિવિલ બહાર નોંધાવ્યો વિરોધ
સરસ્વતી આવાસ જર્જરિત થઇ ગયું છે. જેને લઈને અવાર નવાર આ પ્રકારની ઘટનાઓ બને છે. જો કે, પોપડા પડવાની ઘટનામાં આખરે એક બાળકીનું મોત નીપજ્યું છે જેને લઈને ત્યાંના સ્થાનિકો રોષે ભરાયા હતા. આવાસની મહિલાઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોચી હતી અને આ મામલે રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે આવાસ ખુબ જ જર્જરિત છે જેને તાત્કાલિક રીપેર કરાવવું જોઈએ. અનેક ફરિયાદો કરી છે પરંતુ આજદિન સુધી આ મામલે કોઈ નિવેડો આવ્યો નથી અને આજે આ ઘટનામાં એક બાળકીનું મોત થયું છે.
આ પણ વાંચો:- Palanpur માં વહેલી સવારથી વરસાદની ધોધમાર એન્ટ્રી, ઠેર ઠેર લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી
ગતરોજ ગોલવાડમાં જર્જરિત મકાન ધરાશાહી થયું હતું
ઉલ્લેખનીય છે કે ગતરોજ જ સુરતના ગોલવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાહી થયું હતું જેમાં એક બાળક અને એક મહિલાને ઈજા થઇ હતી. ત્યારે સુરતમાં બે દિવસમાં આ પ્રકારની બે ઘટનાઓ સામે આવી છે. ત્યારે મનપા દ્વારા આવા જર્જરિત ઈમારતોમાં જીવના જોખમે જીવતા લોકો માટે આળસ ખંખેરી યોગ્ય પગલા ભરે તે ખુબ જ જરૂરી બન્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube