સસ્તી થયેલી ડુંગળીને ખરીદવા લોકોએ કરી પડાપડી, માર્કેટમાં સાવ સસ્તા ભાવે વેચાઈ
નવા વર્ષે લોકોને ડુંગળીના ભાવ (Onion price) માં રાહત થઈ છે. વડોદરામાં ડુંગળીના ભાવ 7૦ રૂપિયા ઘટીને 50 રૂપિયા કિલો પર પહોંચતા લોકોને મોટી રાહત મળી છે. વડોદરાના ખંડેરાવ શાકભાજી માર્કેટમાં ડુંગળી 50 રૂપિયાની કિલો વેચાઈ રહી છે. જેના પગલે જે ડુંગળી લોકોના રસોડામાંથી ગાયબ થઇ હતી તે ફરી વખત જોવા મળી રહી છે. તો બીજી તરફ, સસ્તી થયેલી ડુંગળી ખરીદવા માટે લોકો પડાપડી કરતા નજરે પડ્યા હતા. લોકો એક સાથે બે થી પાંચ કિલો ડુંગળીની ખરીદી કરી રહ્યા છે.
રવિ અગ્રવાલ/વડોદરા :નવા વર્ષે લોકોને ડુંગળીના ભાવ (Onion price) માં રાહત થઈ છે. વડોદરામાં ડુંગળીના ભાવ 7૦ રૂપિયા ઘટીને 50 રૂપિયા કિલો પર પહોંચતા લોકોને મોટી રાહત મળી છે. વડોદરાના ખંડેરાવ શાકભાજી માર્કેટમાં ડુંગળી 50 રૂપિયાની કિલો વેચાઈ રહી છે. જેના પગલે જે ડુંગળી લોકોના રસોડામાંથી ગાયબ થઇ હતી તે ફરી વખત જોવા મળી રહી છે. તો બીજી તરફ, સસ્તી થયેલી ડુંગળી ખરીદવા માટે લોકો પડાપડી કરતા નજરે પડ્યા હતા. લોકો એક સાથે બે થી પાંચ કિલો ડુંગળીની ખરીદી કરી રહ્યા છે.
‘નિત્યાનંદની ત્રીજી આંખની શક્તિથી શરીરના વાળનું વેક્સિંગ થાય છે...’ મંજુલા શ્રોફે કહી ચોંકાવનારી વાત
વેચાણ થતા વેપારીઓ પણ ખુશખુશાલ
લાંબા સમય બાદ માર્કેટમાં ડુંગળીની ખરીદી નીકળતા વેપારી પણ ખુશખુશાલ થયા છે. નાસિકથી ડુંગળીની આવક વધતા ડુંગળીના ભાવમાં ઘટાડો થયો હોવાનું વેપારીઓ કરી રહ્યાં છે. તો ગ્રાહકો ડુંગળીમાં હજુ પણ ઘટાડો થાય તેવી માંગ કરી રહ્યાં છે. સાથે જ ડુંગળીના ભાવ પહેલાની જેમ 10 થી 20 રૂપિયે કિલો પહોંચે તો જ લોકોને રાહત મળશે એવું પણ કહી રહ્યા છે. ત્યારે ફરી ડુંગળીના જૂના ભાવ ક્યારે આવે તેની લોકો રાહ જોઈ રહ્યાં છે.
આયુષ્યમાન કાર્ડમાં મોટું કૌભાંડ ખૂલ્યા બાદ ગાંધીધામમાં ફરિયાદ નોંધાઈ, એક જ પરિવારના 1700 કાર્ડ હતા
સુરતમાં સફેદ ડુંગળી બેકાર બની
સુરતના માર્કેટમાં તુર્કીથી આવેલી સસ્તી ડુંગળીની બોલબાલા જોવા મળી રહી છે. ડુંગળીના ભાવ આસમાન છે અને 100-120 રૂપિયે કિલો વેચાઇ રહેલી દેશી ડુંગળી ગ્રાહકોને રડાવી રહી છે, ત્યારે તુર્કીની સફેદ ડુંગળી 70-80 રૂપિયે કિલો વેચાઇ રહી છે. આ સસ્તી ડુંગળી ખરીદીને સુરતીઓ સ્વાદનો ચટાકો માણી રહ્યા છે. જોકે, સાઇઝ મોટી હોવાના કારણે હોટલોમાં તુર્કીમાં માંગ છે, ગૃહિણીઓને આ ડુંગળી ખાસ માફક આવી રહી નથી. આ ડુંગળી ટેનિસના બૉલની સાઇઝની છે જેથી ગૃહિણીઓને તેની ફાવટ આવે કે નહીં તે પણ મોટો સવાલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....