તાપી: ગુજરાત રાજ્યની બહાર થી આવેલા પરપ્રાંતીઓ, વિધાર્થીઓ, યાત્રાળુઓ ને પોતાના વતન જવા માટે સરકારે છેલ્લા થોડા દિવસથી પાસ આપવાની શરૂઆત કરી છે. તાપી જિલ્લામાં આ સેવામાં જિલ્લા કલેકટરે વધારો કર્યો છે, જેમને ઓનલાઇન ફોર્મ ભારત ન આવડતું હોય તેઓ જિલ્લાના સાત તાલુકાઓના જન સેવા કેન્દ્ર પરથી સરળતાથી પાસ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં આવેલા શ્રમિકો,યાત્રાળુઓ,વિદ્યાર્થીઓ પોતાના વતન જવા માંગતા હોય તેઓને સરકાર દ્વારા છેલ્લા થોડા દિવસોથી છૂટછાટ આપવામાં આવી છે. તે માટે આવા પરપ્રાંતીઓએ ઓનલાઇન ફોર્મ ભરીને મોકલવાનું છે. તાપી જિલ્લામાં હજુ સુધી 1600થી વધુ ઓનલાઇન ફોર્મ ભરાઈ ચુક્યા છે. આવા સંજોગોમાં કેટલાક લોકોને ઓનલાઇન ફોર્મ ભરવામાં અગવડતા પડતી હોવાનું તાપી જિલ્લા કલેક્ટરને માલમ પડતા તેમને જિલ્લાના સાત તાલુકાઓમાં આવેલા જન સુવિધા કેન્દ્ર પરથી ગઈકાલથી ફોર્મ ભરવાનું શરુ કર્યું છે, જેમાં પણ 500 જેટલા ફોર્મ ભરાઈ ચુક્યા છે.


આજે 7400 હિજરતી શ્રમીકોને લઈને વધુ 6 ટ્રેઈન ઓડિશા, યુપી અને બિહાર તરફ રવાના થશે. ગઈકાલથી જ અન્ય રાજયો તથા રેલવેના સતત સંપર્કમાં રહીને કામગીરીને આસાન બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.. એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે  ટ્રેઈનને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી ચલાવવામાં આવશે. આ ઉપરાંત જ્યાંથી ટ્રેઈન્સ રવાના થશે ત્યાં અને ટ્રેઈનમાં પણ સલામતિ માટે સશસ્ત્ર દળોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સમયમાં કલેકટરો સાથે પરિસ્થિતિની સમીક્ષા કરશે અને આગામી 7 દિવસ સુધી શ્રમીકોને ખસેડવાની આગોતરી યાદી તૈયાર કરવામાં આવશે.     


જાનગરમાં વિપક્ષના નેતાએ પરપ્રાંતીયને વતન જવા કરી વ્યવસ્થા
જામનગર મહાનગર પાલિકાના વિપક્ષના નેતા દ્વારા મૂળ મધ્ય પ્રદેશમાં રહેતા અને જામનગરમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય મજુરો છેલ્લા ચાલીસ દિવસથી લોકડાઉનમાં હેરાન થતા હતા. તેમજ અનેક વિદ્યાર્થીઓ પણ પોતાના વતન જવા માંગતા હતા. ગત રાત્રીના સમયે તેમના મેડિકલ ચેકઅપ કરાવી તેમજ વહીવટી તંત્રની મંજૂરી અપાવી પોતાના ખર્ચે બસ સહિતની સુવિધાઓ પુરી પાડી માદરે વતન મોકલવામાં આવ્યા હતા. 


જામનગરમાં મધ્યપ્રદેશના 84 જેટલા પરપ્રાંતિય મજૂરો અને અન્ય વિદ્યાર્થીઓ હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં પોતાના વતન પરત જવા માંગતા હોય ત્યારે જામનગર મહાનગર પાલિકાના કોંગ્રેસ વિપક્ષના નેતા અલ્તાફ ખફી દ્વારા લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરો અને વિદ્યાર્થીઓને પોતાના વતન જવા દેવા અંગેની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર