રાજેન્દ્ર ઠક્કર/ કચ્છ: વિશ્વ વિખ્યાત એવું આપણૂં કચ્છ અને  ફિલ્મ જગતના શહેનશાહ અમિતાભ બચ્ચનને સુત્ર આપ્યું છે કે "કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા" અને હાલમાં બે વર્ષથી ચાલી રહેલા કોરોના વર્તમાન સમય અનુસાર કચ્છમાં કોઈપણ જાતની કલાનું પ્રદર્શન થયું નથી. તો આ વખતે ઓનલાઇન કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપણા કચ્છના માનવીઓમાં અનેક કલાઓ ભરપૂર ભરેલી છે. જેમા વણાટકામ, રોગાણ, બાટીક, છાપણી, ભરત કામ, દેશી લીંપણ મડ વર્ક, માટીકામ, એવી અઢળક કલાકારીથી કચ્છનું નામ ઉચ્ચ સ્થાને છે અને તેમા ચિત્ર કલા એતો અનોખી કલા છે. જેમાં કુદરતી ઝાડ-પાન, ડુંગર, કુવા, નદીઓ, માંડવી બીચ,સફેદ રણ, એવા ધરાવતા ચિત્રો કોરા કેનવાસે કંડરાયા કરે છે.


આ પણ વાંચો:- ગઢડા ગોપીનાથજી મંદિરમાં અકલ્પનીય ઘટના ઘટી હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ


એવામાં કચ્છ અંજાર, સીનુગ્રા, અવધનગરના ચિત્રકારોએ પોતાની ભાતીગળ કલા દ્રારા આજે કચ્છના કચ્છને નુતન વર્ષાભિનંદન પાઠવવામાં આવી છે. જેમા ડાંગ ડુંગરી આદિવાસીની શૈલી (વારલી કલા) માં અંજારના ચિત્રકાર નાનજીભાઈ રાઠોડે અષાઢી બીજની કચ્છની જુની પરંપરા ઢોલના તાલે રાસ, કચ્છમાં દરેક ગામોમાં આસોપાલવ, આંબાના બંધાતાં તોરણ અને કળશ ગોતીળ માથે લઈને પુજા અને મેઘરાજાને વધાવવામાં જતી બહેન દિકરીઓ અને મહા બીજના ઉપાસક બારબીજના ધણી હિન્દુઆ પીર રામદેવપીર, તેમજ દરેક ગામોમાં મંદિરે ગવાતી કચ્છી આરાધી વાણી ગાતા સંતોને કેનવાસમાં કંડાર્યા છે.


આ પણ વાંચો:- ફરી વધ્યા કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ, આ છે આજની લેટેસ્ટ પ્રાઈઝ


તેની સાથે અન્ય કલાકારોએ કચ્છી ભાતીગળ ચિત્ર, સફેદરણ, ભુંગા, રણના રતન ઉંટનું ચિત્ર, કચ્છી બાજરાના રોટલોનું ચિત્ર, કચ્છ ભુંગા સાથે કચ્છી પહેરવેશમા લેડીસનું ચિત્ર, તથા અનેક કચ્છી ચિત્રો બનાવવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- Love એટ ફર્સ્ટ સાઈટ, પછી મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને ઈન્સ્ટાગ્રામ પર કલમા મોકલવા લાગ્યો


કચ્છના ચિત્રકારો
નાનજીભાઈ રાઠોડ, સુલેમાન સીરાજ, હેતલબેન મારવાડા, હરેશ કટ્ટા, રાજેશ આહિર, સુલતાન સીરાજ, બલરામ મહેશ્વરી સાથે અન્ય કલાકારો એ કચ્છ ને પોતની કલા દ્રારા અઢળક અઢળક નુતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube