માત્ર 10 પાસ આ આરોપીએ ભલ ભલા લોકોને બનાવ્યા પોતાનો શિકાર, જાણો કેવી રીતે આચરતો કરોડો ઠગાઈ
સાયબર ક્રાઇમની કસ્ટડીમાં દેખાતા આરોપીનું નામ સાગર મહાતો છે. આરોપી મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે. માત્ર ધોરણ 10 પાસ આ આરોપી ભલ ભલા લોકોને પોતાનો શિકાર બનાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી ચૂક્યો છે
ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે સીમ સ્વેપિંગ કરીને કરોડો રૂપિયાની ઠગાઈ કરતી નાઇજિરિયન ગેંગના માસ્ટર માઇન્ડ એવા ભારતીય સાગરીતની ધરપકડ કરી. ગુજરાત અને ગુજરાત બહારના અનેક રાજ્યોના ગુનાઓનો ભેદ ઉકેલાયો. કોણ છે સીમ સ્વેપિંગનો માસ્ટર માઈન્ડ અને કેવી રીતે આચરતો હતો કરોડો રૂપિયાની ઠગાઈ આવો જોઈએ...
સાયબર ક્રાઇમની કસ્ટડીમાં દેખાતા આરોપીનું નામ સાગર મહાતો છે. આરોપી મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે. માત્ર ધોરણ 10 પાસ આ આરોપી ભલ ભલા લોકોને પોતાનો શિકાર બનાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી ચૂક્યો છે. વર્ષ ૨૦૨૦ માં અમદાવાદના એક વાપરી સાથે ૧ કરોડ ૩૭ લાખ કરતાં વધુ રૂપિયાની સીમ સ્વેપિંગના આધારે છેતરપિંડી થઈ હોવાથી ફરિયાદ સાયબર ક્રાઈમમાં કરી હતી અને જેની તપાસમાં અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમને સૌથી મોટી સફળતા મળી છે. વેસ્ટ બેંગાલથી સીમ સ્વેપીંગના ગુનાનો ભારતીય માસ્ટરમાઈન્ડ આરોપી સાગર મહાતોની ધરપકડ કરી છે.
કેસરિયો કરતા જ હાર્દિકને યાદ આવ્યાં શહીદ પાટીદારો, પરિવારોને આપી દીધું મોટું વચન...
આરોપીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો... ગુનો આચરવા માટે શનિવારનો દિવસ નક્કી કરતો હતો. જેથી કરીને ભોગ બનનારને પોતાના એકાઉન્ટની કે ટ્રાન્જેક્શનની વિગત ના મળે અને બે દિવસમાં ભોગ બનનારના પૈસા બીજા એકાઉન્ટ ટ્રાન્સફર કરી દેતા હતા. આરોપીની પૂછપરછમાં નાઇજિરિયન ગેંગ દ્વારા તેને ડેટા આપવામાં આવતા હોવાની કબૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે ફ્રોડ કરેલા પૈસાના ૫૦ ટકા રૂપિયા નાઇજિરિયન ગેંગ દ્વારા ક્રિપ્તો કરન્સીમાં ટ્રાન્સફર કરતા હતા.
કોંગ્રેસના ધારાસભ્યના પુત્રોની ખુલ્લેઆમ દાદાગીરી, લાકડાના દંડા વડે વૃદ્ધને જાહેરમાં માર માર્યો
આરોપી અગાઉ મુંબઈ, હૈદરાબાદ, વેસ્ટ બંગલામાં ૧૦ વધુ ગુનાઓમાં પકડાયેલો છે. હાલ તો સાયબર ક્રાઈમની ટીમે માસ્ટર માઈન્ડની ધરપકડ કરી. નાઇજિરિયન ગેંગના વોન્ટેડ આરોપીઓની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube