અમદાવાદ : શહેરમાં કોરોનાના કેસ દિવસેને દિવસે સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં 8000 થી વધારે કેસ આવ્યા છે. કેસ વધવાની સાથે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ખાનગી હોસ્પિટલમાં આઇસીયુનાં માત્ર 25 બેડ અને 4 વેન્ટિલેટર સાથે કુલ 355 બેડ જ બાકી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કોર્પોરેશન યુદ્ધનાં ધોરણે જૂની વીએસ, શારદાબહેન અને એલજીને કોવિડ હોસ્પિટલ જાહેર કરી દેવામાં આવી છે. આ ત્રણેય હોસ્પિટલ મળીને કુલ 1770 બેડનો વધારો થયો છે. કેસ વધવાની સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે. બીજી તરફ વેક્સિન લેનારની સંખ્યામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. બુધવારે માત્ર 14,135 લોકોએ રસી મુકાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોસ્પિટલો ઉઘાડી લૂંટ નહી કરી શકે, ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો ખુબ જ મહત્વનો નિર્ણય


કોરોનાના કેસ વધવાની સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે. જાન્યુઆરીમાં 45 ફેબ્રુઆરીમાં 18 અને માર્ચ મહિનામાં 43 લોકોનાં મોત થયા છે. આ પ્રકારે ત્રણ મહિનામાં 106 લોકોનાં સરકારી ચોપડે કોરોનાથી મોત થયો છે. એપ્રીલમાં માત્ર 14 દિવસમાં જ 154 દર્દીઓનાં મોત થયા છે. શહેરમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે. હાલ અમદાવાદમાં સ્થિતી ખુબ જ ગંભીર છે. સરકારી હોસ્પિટલો બાદ હવે ખાનગી હોસ્પિટલોમાં બેડ ભરાઇ રહ્યા છે. કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલોમાં આઇસીયુ વિથ વેન્ટિલેટરના 418 માંથી 414 પર દર્દી સારવાર લઇ રહ્યા હતા. અત્યાર સુધી માત્ર 4 વેન્ટિલેટર ઉપલબ્ધ હતા. 


Gandhinagar: નગરપતિઓ સાથે મુખ્યમંત્રીની વાતચીત, કર્યા કેટલાક ખાસ સુચન


બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન જુની વીએસમાં 500, શારદાબેન હોસ્પિટલમાં 620 અને એલજીમાં 850 બેડ વધાર્યાનો દાવો કર્યો છે. જો કે આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં અનેક બેડ ભરાઇ રહ્યા છે. હજી પણ હોસ્પિટલોની બહાર લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાંબી લાઇનો વધારેને વધારે લાંબી થઇ રહી છે. અત્રે નોંધનીય છે કે, કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થઇ રહી છે તેવામાં સરકારી મશીનરી કોરોના નાથવામાં નિષ્ફળ સાબિત થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube