હોસ્પિટલો ઉઘાડી લૂંટ નહી કરી શકે, ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો ખુબ જ મહત્વનો નિર્ણય
રાજયકક્ષા મંત્રી યોગેશ પટેલે આજે પત્રકાર પરિષદ કરીને કોરોનાની વિપરિત થઇ રહેલી સ્થિતિ અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે ખાનગી હોસ્પિટલો દ્વારા કરવામાં આવી રહેલી લૂંટ પર લગામ લગાવવાની વાત પણ કરી હતી. ગત વર્ષે કુટુંબના એકાદ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થતાં હતાં. ચાલુ વર્ષે કોરોનાથી કુટુંબના તમામ સભ્યો સંક્રમિત થઈ રહ્યા છે. હોસ્પિટલમાં કુટુંબ દાખલ થાય તો આર્થિક રીતે તૂટી જાય છે, આર્થિક નુકશાન થઈ રહ્યું છે. ખાનગી હોસ્પિટલમાં ઘણા મોટા બિલો આવે છે. કેટલીક જગ્યા પર ખૂબ મોટી રકમના બિલ આવ્યા છે.
Trending Photos
ગાંધીનગર : રાજયકક્ષા મંત્રી યોગેશ પટેલે આજે પત્રકાર પરિષદ કરીને કોરોનાની વિપરિત થઇ રહેલી સ્થિતિ અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે ખાનગી હોસ્પિટલો દ્વારા કરવામાં આવી રહેલી લૂંટ પર લગામ લગાવવાની વાત પણ કરી હતી. ગત વર્ષે કુટુંબના એકાદ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થતાં હતાં. ચાલુ વર્ષે કોરોનાથી કુટુંબના તમામ સભ્યો સંક્રમિત થઈ રહ્યા છે. હોસ્પિટલમાં કુટુંબ દાખલ થાય તો આર્થિક રીતે તૂટી જાય છે, આર્થિક નુકશાન થઈ રહ્યું છે. ખાનગી હોસ્પિટલમાં ઘણા મોટા બિલો આવે છે. કેટલીક જગ્યા પર ખૂબ મોટી રકમના બિલ આવ્યા છે.
સધ્ધર કુટુંબ પણ પાયમાલ થવા લાગ્યા છે. ખાનગી હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમમાં બે થી ત્રણ દર્દીઓ રાખે છે, છતાં ચાર્જ સ્પેશિયલ રૂમનો વસૂલાય છે. ગત વર્ષે હોસ્પિટલના જે રેટ નક્કી થયા હતા તેના બોર્ડ મૂક્યા હતા. ગત વર્ષના રેટના 50 ટકા ઓછા કરવાનો નિર્ણય તંત્રએ કર્યો હતો. હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમ નહિ રાખી શકાય. સેમી સ્પેશિયલ અને સ્પેશિયલ રૂમ નહિ રહે. હવે હોસ્પિટલમાં તમામ રૂમ કોમન રૂમ ગણાશે. વડોદરામાં 1000 વેન્ટિલેટર છે. ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં 650 વેન્ટિલેટર છે. ખાનગી હોસ્પિટલની બહાર રેટ બોર્ડ મૂકવામાં આવશે.
કોરોનાનો વધુ ચાર્જ હવે હોસ્પિટલ નહિ લઈ શકે. હોસ્પિટલ લૂંટફાટ કરે તો તેનો વિરોધ કરો. બિલ ઓછા કરાવવા માટે બિલની તપાસ અધિકારીઓના બદલે ખાનગી સીએ પાસે કરાવવામાં આવશે. યોગેશ પટેલે વિનોદ રાવને સૂચન કર્યું હતું. હોસ્પિટલમાં 25 ટકા થી 50 ટકાના દર ઓછા કર્યા હતા. કેશલેસ સુવિધા હોસ્પિટલમાં ચાલુ જ છે. હોસ્પિટલ ઇન્કાર નહી કરી શકે. જે હોસ્પિટલ કેશલેસ સુવિધા નહિ આપે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. મેયર કેયુર રોકડીયા માહિતી આપી રહ્યા છે. ખાનગી હોસ્પિટલના દર નક્કી છે. હોસ્પિટલ તજજ્ઞ તબીબની એક દિવસની વિઝિટની મહત્તમ 1000 રૂપિયા ચાર્જ લઈ શકાશે. જનરલ વોર્ડના 4500 રૂપિયા કરાયા. એચડીયુ બેડના 6000 કરવામાં આવ્યા છે.
વડોદરામાં પાલિકાએ હોસ્પિટલના રેટ કર્યા નક્કી કર્યા છે. વડોદરામાં હોસ્પિટલના હવે વી આઈ પી, સ્પેશિયલ અને સેમી સ્પેશિયલ રૂમ નહિ હોય. તમામ રૂમ જનરલ રૂમ જ ગણાશે. તંત્રએ જનરલ રૂમના એક દિવસના રેટ 6000 થી ઘટાડી 4500 કર્યા, 8500 થી ઘટાડી 4500 કર્યા છે. એચ ડી યુ વોર્ડના એક દિવસના રેટ 8500 થી ઘટાડી 6000 કર્યા, 12000 થી ઘટાડી 6000 કર્યા છે. આઇસોલેશન અને આઈ સી યુ બેડ ના રેટ 18000 થી ઘટાડી 13500 કર્યા. વેન્ટિલેટર, આઈસોલેશન અને આઈ સી યુ ના રેટ 21500 થી ઘટાડી 16000 કર્યા. જે હોસ્પિટલ કેસ લેસ સુવિધા નહિ આપે તેમની સામે કાર્યવાહી કરાશે. જે હોસ્પિટલ વધુ ચાર્જ વસુલશે તેમની સામે ગુનો નોંધાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે