Great Indian Bustard : ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (GIB) ની ગણતરી દુનિયાના સૌથી ભારે પક્ષીઓમાં થાય છે. તેની ખાસિયત એ છે કે તે ભારે હોવા છતા પણ ઉડી શકે છે. પરંતુ હવે ગુજરાતમાં આ પક્ષી લુપ્ત થવાના આરે છે. આ પ્રજાતિના માત્ર ચાર પક્ષી જ ગુજરાતમાં જીવિત બચ્યા છે. ગુજરાતના વન વિભાગ દ્વારા આ પક્ષીઓને બચાવવા માટે તેમને અન્યત્ર શિફ્ટ કરાવવાની કામગીરી કરવામં આવી રહી છે. તાજેતરમાં જ ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સાથે જ તેમણે કહ્યુ કે, હાલની પરિસ્થિતિમાં GIB નુ સંરક્ષણ સંભવ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં માત્ર 4 GIB બચ્યાં
ગુજરાતમાં જ ચાર GIB બચ્યા છે તે કચ્છ વિસ્તારમાં છે. GIB ના સંરક્ષણ માટે ગુજરાત સરકારે અનેક પ્રયાસો કર્યા, પણ તે નિષ્ફળ નીવડ્યા છે. સુપ્રીમ કોર્ટને એપ્રિલ, 2022 માં સોંપવામાં આવેલ લેટેસ્ટ અરજીમાં ગુજરાતના ઉર્જા વિભાગ સજેશન આપ્યુ કે, ચાર GIB ને સ્થળાંતર કરવા જોઈએ. 


આ પણ વાંચો : 800 વર્ષથી ગુજરાતના આ શિવમંદિર પર છત નથી, જ્યારે જ્યારે છત બનાવી ત્યારે દુર્ઘટના બની 


અંતિમ નર 2018 ગુમ
કચ્છમાં લાલા પરજન અભ્યારણ્યમાં આ GIB નો વસવાટ છે. જે માત્ર 2 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલુ છે, તે દેશનુ સૌથી નાનુ પશુ અભ્યારણ્ય છે. 2008 ની શરૂઆતમાં અહી લગભગ 58 GIB હતા. પરંતુ ગ્રૂપનુ અંતિમ નર GIB પણ ડિસેમ્બર 2018 થી ગુમ છે. 


2018 ના આંકડા અનુસાર, ભારતમાં 150 થી ઓછા GIB બચ્યા છે, જેમાથી મોટાભાગના 122 રાજસ્થાનમાં છે. થોડા વર્ષો પહેલા ગુજરાત સરકારે નર GIB માટે રાજસ્થાન સરકારને અનુરોધ કર્યો હતો, પરંતુ રાજસ્થાન સરકારે આ વાત પર ધ્યાન આપ્યુ ન હતું. રાજસ્થાન સરકારે કહ્યુ હતું કે, નર જીઆઈબી ગુજરાતને ત્યારે જ મોકલવામાં આવશે, જ્યારે હાઈટેન્શન વીજળી લાઈનોને ભૂમિગત કરવામાં આવે. આ ઉપરાંત રાજસ્થાન કેન્દ્રના GIB નર માત્ર ત્રીજી પેઢીના સ્ટોકથી આપવામાં આવી શકે છે, પરંતુ હાલ ત્યાં પણ પહેલી પેઢી છે. 


આ પણ વાંચો : વડોદરામાં મગરોનો શહેરમાં ફરવાનો સમય થઈ ગયો... પાણી ભરાતા જ બહાર આવ્યા આ મહેમાનો


ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છના GIB ને સંરક્ષિત કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર, ઓવરહેડ વીજળી લાઈનોની સમસ્યાને કારણે ગુજરાતમાં GIB ઓછા થઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં વીજળીના તારના સંપર્કમાં આવવાથી 10 GIB ના મોત થયા છે. મોટાભાગના મોત ગુજરાતમાં નોઁધાયા છે.