ગુજરાતમાં આવેલું છે દુનિયાનું એક માત્ર શાકાહારી શહેર! જાણો અહીં માંસ વેચવા પર કેમ મુકાયો પ્રતિબંધ
પાલિતાણામાં પ્રાણીઓના માંસ ખાવા પર પ્રતિબંધ લગાવવા માટે સંતોએ ભૂખ હડતાળ કરી હતી. ત્યાર બાદ સરકારે અહીં માંસ વેચવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
નવી દિલ્લીઃ પાલિતાણામાં પ્રાણીઓના માંસ ખાવા પર પ્રતિબંધ લગાવવા માટે સંતોએ ભૂખ હડતાળ કરી હતી. ત્યાર બાદ સરકારે અહીં માંસ વેચવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ભારતમાં શાકાહારી લોકોની સંખ્યા ઘણી વધારે છે. એટલું જ નહીં ભારતમાં એક એવું શહેર પણ છે જે સંપૂર્ણ રીતે શાકાહારી છે. અહીં માંસ કે ઈંડા વેચવાની સખત મનાઈ છે. આ શહેરનું નામ છે પાલિતાણા. પાલિતાણા શહેર ગુજરાતના ભાવનગરમાં આવેલું છે.
આ પણ વાંચોઃ બપ્પી લહેરી કેમ પહેરતા હતા આટલું બધુ સોનું? અંદરની વાત જાણીને તમને પણ થશે અચરજ
ખોરાક માટે પ્રાણીઓને મારવા પર પ્રતિબંધ છે. પાલિતાણા વિશ્વનું એકમાત્ર શાકાહારી શહેર છે. આ શહેરની આખી વાત જ અલગ છે. અને એનો અંદાજો તમને ત્યારે જ આવશે જ્યારે તમે પોતે રૂબરૂ અહીં આવીને અહીંની મુલાકાત લેશો. અહીં આવીને અહીંના આસ્થાના સ્થાનોએ દર્શન કરશો તો તમને ચોક્કસ અહીં એક અનોખા આધ્યાત્મિક વાતાવરણની અનુભૂતિ થશે.
પાલિતાણામાં માંસના વેચાણ પર પ્રતિબંધ-
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ વર્ષ 2014માં સરકારે પાલીતાણામાં કતલખાના બંધ કરી પશુઓની કતલ પર પ્રતિબંધ મૂક્યો હતો. વાસ્તવમાં પાલિતાણામાં 200 જેટલા જૈન સંતો ભૂખ હડતાળ પર ઉતર્યા બાદ ઈંડા અને માંસના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જૈન સંતોએ કહ્યું કે અમે મરી જશુ પણ આ વિસ્તારમાં ખોરાક માટે પ્રાણીઓની કતલ થાય તે સહન નહીં કરીએ.
આ પણ વાંચોઃ 'હું ઈન્ડસ્ટ્રીમાં નવી નવી આવી ત્યારે તે માણસ મને ડ્રિંક પીવડાવીને મારી સાથે કંઈક કરવા માંગતો હતો'
પાલિતાણાને મીટ ફ્રી ઝોન-
સંતોએ તમામ 250 કસાઈની દુકાનો બંધ કરવાની માંગ કરી હતી અને રાજ્ય સરકારને આમ કરવાની ફરજ પડી હતી. આ રીતે પાલિતાણાને મીટ ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે અહીં ડેરી ઉત્પાદનો વેચાય છે અને લોકો દૂધ, ઘી અને માખણ વગેરે ખાય છે.
આ પણ વાંચોઃ Google ની 300 થી વધુ ભૂલો શોધીને ચર્ચામાં આવી ગયો આ છોકરો! કંપનીએ આપ્યું 87 લાખ ડોલરનું ઈનામ
પાલિતાણામાં જૈન સમાજનું યાત્રાધામ-
નોંધપાત્ર વાત એ છે કે પાલિતાણામાં સેંકડો મંદિરો છે અને તે જૈન સમુદાયના લોકો માટે એક મુખ્ય યાત્રાધામ પણ છે. એવું કહેવાય છે કે તેમના રક્ષક આદિનાથ એકવાર તેની ટેકરીઓ પર ચાલ્યા હતા અને ત્યારથી આ સ્થાન અનુયાયીઓ માટે મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચોઃ Akshay Kumar હવે Kapil Sharma ના શોમાં નહીં જોવા મળે? જાણો કંઈ વાતને લીધે છે નારાજગી
પાલિતાણાની ટેકરી છે આસ્થાનું કેન્દ્રબિન્દુ-
પાલિતાણા ભાવનગરથી લગભગ 50 કિલોમીટર દૂર છે. અહીં એક ટેકરી છે જેના પર 900થી વધુ મંદિરો છે. જૈન સમાજના લોકો માટે આ પર્વત ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને શાકાહારી ભોજન પસંદ છે તો આ જગ્યા તમારા માટે ખૂબ જ સારી છે.
આ પણ વાંચોઃ BIG NEWS: હવે બાળકોને બાઈક પર લઈ જતાં પહેલાં સાવધાન! સરકારે જાહેર કર્યા છે આ કડક નિયમો
આ પણ વાંચોઃ સલમાન ખાનની 'બહેન'ની હદ બહારની હોટ તસવીરો આવી સામે! ફોટા વાયરલ થતા જ ગરમ થઈ ગયું બજાર!
આ પણ વાંચોઃ Pushpa નો આ સીન તમે નહીં જોયો હોય, જુઓ અલ્લુ અર્જુનનો ડિલીટ કરાયેલો આ અફલાતુન વીડિયો
આ પણ વાંચોઃ 'પુષ્પા' ની અસલી પત્ની જોઈ છે? એક ઝલક જ કાફી છે! શ્રીવલ્લી પણ તેની સામે ભરે છે પાણી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube