'હું ઈન્ડસ્ટ્રીમાં નવી નવી આવી ત્યારે તે માણસ મને ડ્રિંક પીવડાવીને મારી સાથે કંઈક કરવા માંગતો હતો'

Rashami Desai Birthday : એક સમયે ઘરમાં ખાવાના પણ ફાંફા હતા, આજે સોશિયલ મીડિયા પર સેક્સી ગર્લ તરીકે છવાયેલી રહે છે ટીવીની આ હોટ હીરોઈન.

'હું ઈન્ડસ્ટ્રીમાં નવી નવી આવી ત્યારે તે માણસ મને ડ્રિંક પીવડાવીને મારી સાથે કંઈક કરવા માંગતો હતો'

નવી દિલ્લીઃ એક સમયે ઘરમાં ખાવાના પણ ફાંફા હતા, આજે સોશિયલ મીડિયા પર સેક્સી ગર્લ તરીકે છવાયેલી રહે છે ટીવીની આ હોટ હીરોઈન. અમે વાત કરી રહ્યાં છીએ ટીવી સિરીયલ અને બીગ બોસથી ખુબ જ ફેમસ બનેલી હોટ અભિનેત્રી રશ્મિ દેસાઈની. આજે તેનો જન્મ દિવસ છે. 13 ફેબ્રુઆરી 1986ના રોજ જન્મેલી રશ્મિ આજે 36 વર્ષની છે. આખી ઈન્ડસ્ટ્રી અભિનેત્રીને રશ્મિ તરીકે ઓળખે છે. ત્યારે જાણીએ આ હોટ અભિનેત્રી વિશેની કેટલીક જાણી અજાણી વાતો.

પરંતુ એક્ટ્રેસનું સાચું નામ શિવાની દેસાઈ છે. એક્ટ્રેસે પોતાના અભિનય અને નૃત્ય દ્વારા ટીવી જગતમાં એક ખાસ સ્થાન બનાવ્યું અને દર્શકોમાં પોતાની ઓળખ બનાવી. રશ્મિએ નાની ઉંમરે જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. કામ મેળવવાના ચક્કરમાં તેને બહુ જ ધક્કા ખાધા હતા. તે જ સમયે, રશ્મિ દેસાઈએ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું હતું. જ્યારે રશ્મિએ 'ઉતરન'માં તપસ્યાનો રોલ નિભાવ્યો હતો ત્યારે એક્ટ્રેસની ખૂબ પ્રશંસા થઈ હતી. રશ્મિએ આ શોમાં 2009થી 2014 સુધી કામ કર્યું હતું. ત્યારબાદ રશ્મિ એક્ટર સિદ્ધાર્થ શુક્લા સાથે શો દિલ સે દિલ તકમાં જોવા મળી હતી.

તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુંકે, હું 16 વર્ષની ઉંમરની હતી ત્યારે ફિલ્મ અને ટીવી ઈન઼્ડસ્ટ્રીમાં આવી હતી. જોકે, તે સમયે હું અહીંના નિયમો અને રીતભાતથી અજાણ હતી. હું નવી-નવી ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તે મને ડ્રિંક પીવડાવી મારી સાથે કંઈક કરવા માંગતો હતો...રશ્મિએ 2006માં આવેલા હિન્દી ટીવી શો રાવણથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2008માં રશ્મિ પરી હૂં મેંમાં જોવા મળી હતી. આ પછી જ્યારે અભિનેત્રીએ ‘ઉત્તરન’માં તપસ્યાનું પાત્ર ભજવ્યું, ત્યારે અભિનેત્રીની ખૂબ પ્રશંસા થઈ હતી. રશ્મિએ આ શોમાં 2009થી 2014 સુધી કામ કર્યું હતું. ત્યારબાદ રશ્મિ એક્ટર સિદ્ધાર્થ શુક્લા સાથે શો દિલ સે દિલ તકમાં જોવા મળી હતી. અભિનેત્રી 2017થી 2018 સુધી આ શો સાથે જોડાયેલી હતી. ત્યારબાદ રશ્મિ એકતા કપૂરના લોકપ્રિય શો ‘નાગિન’ સીઝન 4- ‘ભાગ્ય કા ઝેહરીલા ખેલ’માં જોવા મળી હતી તો તે જ સમયે રશ્મિએ પણ OTT પર ડેબ્યૂ કર્યું. અભિનેત્રી તમસ અને તંદૂર જેવા પ્રોજેક્ટ્સમાં પણ જોવા મળી હતી.

રશ્મિએ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, ત્યારે જ તેણે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેણે પોતે જ પોતાના સંઘર્ષની વાર્તા કહી હતી. પિંકવિલાના રિપોર્ટ અનુસાર અભિનેત્રીએ જણાવ્યું હતું કે બાળપણથી જ તેણે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓ જોઈ છે. તેની માતા સિંગલ પેરેન્ટ હતી. આવી સ્થિતિમાં તેઓ આર્થિક રીતે મજબૂત નહોતા. તે સમયે પૈસાની સમસ્યા હતી તો સાથે જ અભિનેત્રીએ એ પણ કહ્યું હતું કે જ્યારે તે ઘણી નાની હતી ત્યારે પણ તે ખૂબ જ સુંદર હતી, તેથી લોકોએ ઘણી રીતે તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે દરેક પરિસ્થિતિમાંથી બહાર આવી

તે મને સપના બતાવતો હતો કે હું યશરાજ સાથે તારી ઓળખાણ કરાવીશ, બાલાજી ગ્રૂપમાં તને કામ અપાવીશ. તે મને મોટા મોટા લોકોના મેસેજ બતાવતો અને હું ખુશ થઈ જતી. તેની નજર પહેલાંથી જ મારા શરીર પર હતી. એક દિવસ તેણે મોકો જોઈને ખૂબ પ્રયાસ કર્યો મને હાંસલ કરવાનો. તેણે મને ડ્રિંક કરાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ મેં આ થવા દીધું નહીં અને ત્યાંથી ચાલી ગઈ. એ મને ડ્રિંક પીવડાવીને મારી સાથે કંઈક કરવા માંગતો હતો. તેનું નામ સુરજ હતું અને તે મને મુર્ખ બનાવીને મને પોતાની જાળમાં ફસાવતો હતો.

આ પણ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news