વર્તુળ-2 ડેમના દરવાજા ખોલતા જામરાવલ ગામ બેટમાં ફેરવાયું, જુઓ તસવીરો
વર્તુળ-2 ડેમ અને સાની ડેમના દરવાજા ખોલવામાં આવતા ગામમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગામની સ્થિતિ કફોડી બની છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે.
મુસ્તક દલ/દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થયા છે. સમગ્ર જિલ્લામાં સારો વરસાદ થયો છે. દ્વારકા જિલ્લાના ચાર તાલુકા, દ્વારકા, ભાણવડ, જામ ખંભાળિયા અને જામ કલ્યાણપુરમાં આ વર્ષે ખુબ સારો વરસાદ થયો છે. અહીં હજુ પણ વરસાદની સ્થિતિ છે. ત્યારે જામ કલ્યાણપુર તાલુકાના ગામ જામ રાવલ માટે આ વરસાદ મુશ્કેલી લઈને આવ્યો છે. રાવલ ગામ ફરી બેટમાં ફેરવાયું છે. આ સીઝનમાં ચોથી વખત રાવલ ગામમાં પાણી ભરાયા છે.
[[{"fid":"276963","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ડેમના દરવાજા ખોલાતા ગામમાં પાણી-પાણી
ચોમાસુ શરૂ થયું ત્યારથી જામ કલ્યાણપુર તાલુકામાં સારો વરસાદ થયો છે. ત્યારે તાલુકાના જામ રાવલ ગામમાં દર વર્ષે પાણી ભરાવાની સ્થિતિ બને છે. અહીં પાણી ભરાવાને કારણે ગામ લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો આ વર્ષે ચોથીવખત રાવલ ગામમાં પાણી ઘુસી ગયા છે. વર્તુળ-2 ડેમ અને સાની ડેમના દરવાજા ખોલવામાં આવતા ગામમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગામની સ્થિતિ કફોડી બની છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે.
[[{"fid":"276964","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
આજના દ્રશ્યો જોતા લાગે છે કે પાણીમાં ગામ વસે છે. તંત્ર પણ ગ્રામજનોની મદદ આવી રહ્યું નથી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સીઝનમાં ચોથી વખત જામરાવલ ગામ બેટમાં ફેરવાયું છે. કુદરતી પ્રકોપ સામે આ ગામ લાચાર બની ગયું છે. ચોથીવખત લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube