મુસ્તાક દલ/જામનગર : ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દર વર્ષે યોજાતી ગુજરાત કક્ષાની રિજિયોનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ "સ્વચ્છ સમુદ્ર" અંતર્ગત બે દિવસની એક્સરસાઇઝનું આયોજન હાલારમાં કરવામાં આવ્યું છે. જેને લઇને આજે જામનગરની ખાનગી હોટલ ખાતે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરાયું હતું. જ્યારે આવતીકાલે વાડીનાર નજીકના દરિયામાં કોસ્ટગાર્ડ સહિતની ટીમો દ્વારા ઓઇલ સ્વેલિંગ અટકાવવા માટેની દિલધડક લાઇવ એક્સરસાઈઝ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAB વિશે ઉશ્કેરણીજનક લખાણ લખનાર MSUનાં 5 વિદ્યાર્થીઓની ધરપકડ, 2 ફરાર


આવતીકાલે વાડીનાર ખાતે દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા સ્વચ્છ સમુદ્ર માટે દરિયામાં મોકડ્રીલ યોજાશે. બે દિવસ ચાલનાર કાર્યક્રમમાં આજે કોંફરન્સનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં તમામ ટીમોએ આવતીકાલે કઈ રીતે એક્સરસાઇઝ કરવી તે અંગેની ચર્ચા કરવામાં આવી. હાલારના દરિયા કિનારે ભારતની 70 ટકાથી વધુ ઓઇલની દરિયા મારફતે આવાગમન થાય છે. ઓઇલ પેટ્રોલિયમ રીફાયનરીઓ આવેલી છે. જેના કારણે દરિયામાં થતું પ્રદુષણને રોકવા માટે કોસ્ટગાર્ડના માર્ગદર્શન હેઠળ નેવી તેમજ મરીન પોલીસ અને મેગા રિફાયનરીઓની જુદી જુદી ટીમ બનાવી દરિયામાં કોસ્ટગાર્ડની શીપ અને એરક્રાફ્ટ સાથે લાઇવ એક્સરસાઇઝ યોજશે.


સુરત પોલીસ વધારે એક વખત બદનામ, હપ્તો ઉઘરાવતો વધારે એક વીડિયો વાઇરલ


ગુજરાત 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવે છે અને એમાં પણ ભારતભરમાં સૌથી વધુ ઓઇલ પ્રોડક્શન હાલરના દરિયા કાંઠેથી મહાકાય રિફાઇનરીઓમાં થાય છે. આવા સમયે ઓઇલ સ્વેલિંગ જેવી ઘટનાઓ સામે પહોંચી વળવા  કોસ્ટગાર્ડ અને નેવી ચોક્કસ રહે તે જરૂરી છે. હાલારના દરિયા કાંઠામાં વિશાળ મરીન લાઈફ પણ આવેલી છે, ત્યારે પ્રદૂષણને કઈ રીતે અટકાવી શકાય અને પ્રદૂષણ મુક્ત સમુદ્ર "સ્વચ્છ સમુદ્ર" અભિયાન હેઠળ કોસ્ટગાર્ડ દ્વારા ખાસ બે દિવસની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આવતીકાલે કોસ્ટગાર્ડ પાસે રહેલ એશિયાની સૌથી ત્રણ બેસ્ટ પ્રદૂષણ સફાઇ અંગેની શિપ દ્વારા તેમજ ડોનિયર અને હેલિકોપ્ટર દ્વારા લાઇવ એક્સરસાઇઝ કરવામા આવશે. 


તંત્રના પાપે જામનગરથી કચ્છ જવાનો પુલ બેસી જતા, રસ્તો જ બંધ થઇ ગયો


આવતી કાલે લાઇવ એક્સરસાઈઝ દરમિયાન સૌપ્રથમ વાડીનાર નજીકના દરિયામાં ઓઇલ કે કચરા જેવી કોઈ લાગતી વસ્તુ દરિયામાં ઠાલવવામાં આવશે. ત્યાર બાદ ટેબલ ટોપ એક્સરસાઇઝમાં નક્કી કરવામાં આવેલ ટીમો મુજબ શિપ અને એરક્રાફ્ટ, ડોનિયર મારફતે તાત્કાલિક ઓઇલ સ્પિલિંગને અટકાવવા અંગેની કાર્યવાહી તાબડતોબ હાથ ધરવામાં આવશે. જે સમયે દરિયાની અંદર કોસ્ટગાર્ડની શીપ અને ટીમો સાથે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પણ જોવા મળશે. ખાસ કરીને આ પ્રકારની એક્સરસાઇઝ કોસ્ટગાર્ડ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વખતે હાલારમાં કરવામાં આવી રહી છે અને કોસ્ટગાર્ડના ડીઆઇજી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ એક્સરસાઈઝમાં ખાસ જોડાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube