ગુજરાતની જેલો બની કેદીઓના અય્યાશીનો અડ્ડો : સરપ્રાઈઝ ચેકિંગમાં મુંબઈના બાર જેવો સામાન મળ્યો
Gujarat Jail Search Operation : ગુજરાતની જેલોમાં સરપ્રાઇઝ ચેકિંગ... ગુજરાતની જેલોમાં થતી ગેરકાયદે પ્રવૃતિને રોકવા 17 જેલમાં પાડ્યા દરોડા... ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાતની જેલોમાં દરોડા પડ્યા...દોઢ હજારથી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સર્ચમાં લાગ્યા.. સુરતની લાજપોર જેલમાં કેદીઓએ બેરેકમાં આગ ચાંપી, સાબરમતી જેલમાં ગાંજો અને વડોદરા જેલમાં સિગારેટ- ગુટખા મળ્યાં
Gujarat Jail Search Operation : ગુજરાતની જેલોમાં અચાનક પોલીસના ચેકિંગથી કેદીઓ ફફડી ઉઠ્યા હતા. ગૃહ મંત્રાલયના આદેશ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પોલીસનો કાફલો જેલમાં પહોંચ્યો હતો. અલગ અલગ જેલમાં કરાયેલા ચેકિંગમાં અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. સુરતની લાજપોર જેલમાં તો ચેકિંગ કરવા આવેલી પોલીસને રોકવા માટે કેદીઓએ બેરેકમાં આગ લગાડી દીધી હતી. એટલું જ નહીં થાળી વગાડી ભારે હોબાળો પણ મચાવ્યો હતો. બેરેકની અંદર આગ લગાડવાની ઘટનાને કારણે ગૃહ મંત્રાલયે તત્કાલિક રિપોર્ટ માગ્યો છે. તો બીજા દ્રશ્યો પણ સુરતની લાજપોર જેલના જ છે. જેમાં ચેકિંગ દરમિયાન કેદીઓને સુવાના તકિયામાંથી ગુટખા અને નશીલો પદાર્થ મળી આવ્યો હતો. શ્યોમાં જોઈ શકાય છે કે તકિયામાં ગુટકાની અનેક પડીકીઓ સંતાડેલી હતી જેને પોલીસે બહાર કાઢી જપ્ત કરી હતી. આ બંને ઘટનાને કારણે ગૃહમંત્રાલય એક્શનમાં આવી ગયો છે. રિપોર્ટ મળ્યા બાદ જેલના ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે.
રાજ્યભરની જેલમાં પોલીસનાં સર્ચ ઓપરેશન દરમિયાન જાતભાતની વસ્તુઓ મળી આવી છે. કેટલીક જેલમાંથી પાન-બીડી, તમાકુ, સિગરેટ મળી આવી. તો કેટલીક જેલોમાંથી ગાંજા જેવા પદાર્થોની પડીકીઓ મળી. FSLના પરીક્ષા બાદ કયો પદાર્થ મળ્યો તેની જાણ થશે. ગુજરાતની જેલોમાં થતી ગેરકાયદે પ્રવૃતિને રોકવા 17 જેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાતની જેલોમાં દરોડા પડ્યા હતા. જેમાં દોઢ હજારથી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સર્ચમાં લાગ્યા હતા. ગુજરાતભરની જેલમાં પાડવામાં આવેલા દરોડાનો રિપોર્ટ સોંપવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રિપોર્ટ સોંપવામાં આવશે. વિસ્તૃત રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી અંગે નિર્ણય કરવામાં આવશે.
ગુજરાત રાજ્યની 17 જેલમાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવ્યા. તો સુરત જેલમાંથી 10 અને ખેડાની જેલમાંથી 2 મોબાઈલ મળી આવ્યા હતા.પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી...
રાજ્યના ગૃહ મંત્રાલયના આદેશ બાદ રાજ્યભરની જેલમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં બોડી વોર્ન કેમેરા સાથે 17 જેલમાં 1700 કર્મચારીએ ચેકિંગ કર્યું હતું. તો મુખ્યમંત્રીએ CM ડેશબોર્ડથી ચેકિંગનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી, DGPએ પણ લાઈવ મોનિટરિંગ કર્યું હતું. મોડી રાત્રે કરાયેલા ઓપરેશનમાં અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. જે બતાવે છે કે, ગુજરાતની જેલો કેદીઓના અય્યાશીઓનો અડ્ડો બની છે. મોટાભાગની જેલમાંથી મોબાઈલ, નશીલા પદાર્થ મળી આવ્યા છે.
કઈ કઈ જેલમાંથી શું શું મળ્યું
- સુરતની લાજપોર જેલમાં પોલીસે કરેલા ચેકિંગ દરમિયાનના દ્રશ્યો આવ્યા સામે.... જેલમાંથી તમાકુ, ગુટખા મળી આવ્યા... ઓશીકાની અંદરથી ગુટખાની પડીકીઓ મળી...
- અમદાવાદ જેલમાંથી ગાંજાના કુલ 65 પેકેટ ઝડપાયા....અકરમ અઝીઝ શેખ નામના આરોપી પાસેથી ગાંજો ઝડપાયો...તપાસ દરમિયાન જેલકર્મીઓ કેદીઓને મોબાઇલ આપતા હોવાનું બહાર આવ્યુ...
- અમદાવાદની સેન્ટ્રલ જેલમાં તપાસ પૂર્ણ.....સેન્ટ્રલ જેલમાંથી પોલીસનો કાફલો રવાના..... વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ તપાસ થઈ પૂર્ણ.....નવી બેરેકોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી....
- વડોદરામાં 100થી વધુ પોલીસકર્મીઓએ સેન્ટ્રલ જેલમાં કરી તપાસ...રાતના 9થી સવારના 7 વાગ્યા સુધી ચાલી તપાસ.... બીડી, તમાકુ, ગુટકા મળી આવ્યા જેનો સ્થળ પર જ કરાયો નાશ..
- રાજકોટ જિલ્લા જેલમાં સવારે 5 વાગ્યા સુધી ચાલ્યું સર્ચ....વહેલી સવારે સર્ચ કરી કામગીરી કરાઈ પૂર્ણ....1 JCP, 3 DCP, 4 ACP, 10થી વધુ PI સર્ચમાં જોડાયા..15થી વધુ PSI, 500 જેટલા કોન્સ્ટેબલ પણ સર્ચમાં જોડાયા...
- ભાવનગર જિલ્લા જેલમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું.... SPની સાથે LCB, SOG પણ ચેકિંગમાં જોડાયા... મોડી રાત્રે અઢી વાગ્યા સુધી ચાલ્યું સર્ચ ઓપરેશન...ચેકિંગમાં કંઈ પણ ન મળ્યું હોવાનો દાવો...
- હિંમતનગરમાં જિલ્લા પોલીસની જેલમાં તપાસ પૂર્ણ.....જિલ્લા પોલીસ વડા, DySP, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો રવાના.....જેલની 6 બેરેકમાં સર્ચ હાથ ધરવામાં આવ્યુ હતું..
- મહેસાણા જિલ્લા જેલમાં દરોડાની કામગીરી પૂર્ણ..... જિલ્લા પોલીસ વડાની હાજરીમાં કરાઈ તપાસ.....પોલીસ કાફલો જેલમાંથી રવાના....મહેસાણાની જેલમાં કંઈપણ વાંધાજનક મળ્યુ ન હોવાની માહિતી.....
- નડિયાદ પાસેની બિલોદરા જેલમાં પોલીસ વિભાગનું સર્ચ ઓપરેશન.....સર્ચ દરમિયાન બે ફોન મળી આવ્યા....3 PI, 3 PSI સહિત 34 પોલીસ કર્મચારીઓ તપાસ કામગીરીમાં જોડાયા.....સર્ચ માટે 14 બોર્ડીવોન કેમેરાનો ઉપયોગ કરાયો...
- નર્મદા જિલ્લા જેલનું ઓપરેશન પૂર્ણ.....તપાસ કામગીરીમાં 50 જેટલા પોલીસ જવાનો જોડાયા....જેલમાં 162 જેટલા કેદીઓની તપાસ કરવામાં આવી...દરોડા દરમિયાન જેલમાંથી તમાકુ, બીડી, બેટ, ચપ્પુ મળી આવ્યું......
સુરતની લાજપોર જેલમાં કેદીઓનો તાંડવ
લાજપોર જેલમાં પોલીસના સર્ચ ઓપરેશનના દરોડા દરમિયાન લાજપોર જેલની અંદર કેદીઓ દ્વારા લગાવાયેલી આગનો વીડિયો સામે આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ તેમને અડચણરૂપ થવા માટે ખૂબ જ પ્રયત્ન લાજપોર જિલ્લાના કેદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જેલના બીજા માળે કેદીઓ દ્વારા આગ લગાવીને તેમને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. ચેકિંગ કરવા આવેલી પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. બેરેકમાં આગ લગાવી ચેકિંગ કરતા પોલીસને રોકવામાં આવી હતી. થાળી વગાડી જેલમાં ચેકિંગનો વિરોધ કરાયો હતો. જેલની અંદર મોડી રાત્રે ભારે હોબાળો થયો હતો. આગ લગાવી પોલીસ વધારે અંદર પ્રવેશતા અટકાવાઈ હતી. અત્યંત ગંભીર કહી શકાય તેવી બની ઘટના છે. જેલમાં આગની ઘટનાનો ગૃહ વિભાગે રિપોર્ટ માંગ્યો છે. તો અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ગાંજો મળી આવ્યો છે. કેદી અક્રમ અબ્દુલ શેખ પાસેથી ગાંજાના 14 પેકેટ મળ્યા હતા. જેલકર્મીઓ કેદીઓને મોબાઈલ આપતાં હોવાનું પણ સામે આવ્યું.