`કાનૂન કે હાથ લંબે હોતે હૈ`, ફુડ ડિલિવરી કરીને સુરત પોલીસ પહોંચી આરોપી સુધી, મહારાષ્ટ્રમાં ઓપરેશન

આરોપી ગમે તેટલો ચાલક હોય પણ કહેવાય છેને કે ‘કાનુન કે હાથ લંબે હોતે હૈટ આજ રીતે સુરત શહેર પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. આરોપીને પણ ખ્યાલ ન રહ્યો કે તેની સામે જે વ્યક્તિ ઉભી છે તે પોલીસ છે. સુરતની ઈચ્છાપોર પોલીસે ફૂડ ડિલિવરી બોયના વેશમાં 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર આરોપી નૈમેષ નરેન્દ્રભાઈ બળદેવની પુણેથી ધરપકડ કરી લીધી છે.
ચેતન પટેલ/સુરત: આરોપીએ ઓન લાઈન ફુડ ડિલિવરી મંગાવી અને પોલીસને સફળતા મળી હતી. જી હાં મોરબી અને સુરતના ઇચ્છાપોર પોલીસ મથકમાં નોંધાયેલી કરોડોની છેતરપિંડી કેસમાં છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ ધરપકડથી બચવા નાસ્તા ફરતા આરોપીને સુરતની ઇચ્છાપોર પોલીસે મહારાષ્ટ્રના પુણે ખાતેથી ઝડપી પાડ્યો છે. શાતીર આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષથી સતત વોચ રાખવામાં આવી હતી. જ્યાં આરોપી પુણે ખાતે છુપાયો હોય અને સ્વીગીમાંથી ઓનલાઈન ભોજન મંગાવતો હોવાની માહિતી મળતા ઈચ્છાપોર પોલીસના જવાનોએ સ્વીગીના ડિલિવરી બોય તરીકેનો વેશ પલટો કરી આરોપીને દબોચી પાડ્યો હતો.
ડ્રાયફ્રુટ કરતા પણ મોંઘું થયુ લસણ! ખેડૂતોએ કહ્યું;'જિંદગીમાં પહેલીવાર આટલો ભાવ જોયો'
સુરતની ઈચ્છાપોર પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપી નૈમેશ નરેન્દ્રભાઈ બળદેવ વિરુદ્ધ વર્ષ 2021 માં મોરબી પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરોપી છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ ધરપકડથી બચવા સુરત ચાલી આવ્યો હતો. જે આરોપી દ્વારા વર્ષ 2023 માં ઈચ્છાપોર પોલીસ મથક હદ વિસ્તારમાં પણ વેપારી જોડે છેતરપિંડી આચરી હતી. કરોડોની છેતરપિંડી આચરતા ઈચ્છાપોર પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધાયો હતો.જ્યાં ગુનો નોંધાયા આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
ગ્લોબલ ઈવેન્ટનો કમાલ! અ'વાદ એરપોર્ટે 50 દિવસ પહેલાં બનાવ્યો રેકોર્ડ, અદાણીને બખ્ખાં
ઈચ્છાપોર પોલીસની ટીમ દ્વારા અવારનવાર આરોપીના વતન અને રહેણાંકવાળા સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. પરંતુ પોલીસને નિષ્ફળતા હાથ લાગી હતી. છતાં ઇચ્છાપોર પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષથી આરોપીની ધરપકડ કરવા સતત વોચમાં હતી. દરમિયાન ઈચ્છાપોર પોલીસને માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી મહારાષ્ટ્રના પુણે ખાતે છુપાયો છે. જે ચોક્કસ માહિતીના આધારે ઈચ્છાપોર પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર પુણે ખાતે ગઈ હતી. પુણે ખાતે સતત વોચમાં રહી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં દર્દીનો ઊંદરોએ કોતરી ખાદ્યો પગ; આરોગ્ય મંત્રી જુઓ હોસ્પિટલમાં શું ચાલે છે?
દરમિયાન ઇચ્છાપોર પોલીસની ટીમને માહિતી મળી હતી કે આરોપી સ્વીગી પરથી ઓનલાઈન ભોજન મંગાવે છે.જે માહિતીના આધારે પોલીસ જવાનોએ સ્વીગીના ડિલિવરી બોય તરીકેને વેશપલટો કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.જે આરોપીને સુરત લાવી પુછપરછ કરતા મોરબી અને ઇચ્છાપોર પોલીસ મથક માં નોંધાયેલા કરોડોની છેરપિંડીના ગુનાની કબુલાત કરી હતી.જ્યાં ઈચ્છાપોર પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
'મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા તો આત્મહત્યા કરી લઈશ', ગુજરાતી પતિ લગ્ન કરી ભરાયો!