ગુજરાતમાં ડ્રાયફ્રુટ કરતાં પણ મોંઘું થયું લસણ! ખેડૂતોએ કહ્યું; 'જિંદગીમાં પહેલીવાર આટલો ભાવ જોયો'
Garlic Price Hike: લસણના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે. યાર્ડમાં લસણના ભાવે ડ્રાયફ્રુટના ભાવને પણ પાછળ છોડી દીધા છે. પહેલા ટમેટાના ભાવ વધ્યા, જે બાદ ડુંગળીના ભાવ વધ્યા અને હવે લસણના ભાવ આસમાને પહોંચી ગયા છે.
Trending Photos
Garlic Price Hike: ચાલુ વર્ષે રાજ્યના વાતાવરણમાં આવેલા ફેરફારો તેમજ કમોસમી વરસાદને કારણે હાલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક થતી નથી. જોકે લસણ જીવન જરૂરી વસ્તુ હોવાથી એની માગ યથાવત્ રહી છે, જેના કારણે ખેડૂતોને જૂના લસણના સારા ભાવ મળી રહ્યા છે. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં સારા લસણનો પ્રતિ મણ 8,640 રૂપિયા બોલાયો છે.
રાજકોટ સહિતના યાર્ડમાં એક કિલો લસણના ભાવ 400થી 500 રૂપિયા સુધીના જોવા મળ્યા છે. જ્યારે સારી ક્વોલિટીનું એક કિલો લસણ 500 કરતાં વધુ કિંમતે વેચાઈ રહ્યું છે. ખેડૂતોનું 1 કિલો લસણ 432 રૂપિયે વેચાયું છે. છૂટક બજારમાં સારા લસણનો ભાવ 500 રૂપિયાને પાર પહોંચ્યો છે. એવામાં છૂટક બજારમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવા બાદ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવો હાલ નથી મળી રહ્યાં. એવામાં બીજી તરફ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. ગયા વર્ષે લસણનું પાક ખૂબ ઓછો થયો હતો અને સારું લસણ બજારમાં ઓછું આવ્યું હતું. જેના કારણે લસણના ખેડૂતોને સારો એવો ભાવ મળી રહ્યો છે. ફેબ્રુઆરી મહિના સુધીમાં સંપૂર્ણ લસણ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે જૂનું લસણ પૂર્ણ થઈ જવાના કારણે હવે જે લસણ બચ્યું છે આ લસણના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે