Big Exam Scam : ગુજરાતમાં શિક્ષણ પર એક પછી એક કલંક લાગી રહ્યાં છે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર આટલી હદે કથળી જશે તેવુ ક્યારેય વિચાર્યુ નહિ હોય. સરસ્વતીના ધામ હવે ડિગ્રી વેચવાની દુકાનો બની ગયા છે. ત્યારે ઝી 24 કલાકે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પરીક્ષાની ગેરરીતિને લઈને ZEE 24 કલાકે સૌથી મોટો ધડાકો કર્યો છે. જામનગરની સ્વામિનારાયણ કોલેજ ગુરુકુળમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરવા માટે સત્તાધિશો વીઆઈપી ટ્રીટમેન્ટ આપી રહ્યાં છે. એક તરફ જામનગરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં B.Com. Sem-2 ની પરીક્ષા લેવાઈ રહી હતી, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ અલગથી સ્પેશિયલ રૂમમાં પુસ્તકો સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. વીઆઈપી વિદ્યાર્થીઓને અલગથી બેસાડીને પરીક્ષા લેવાતી હતી પરીક્ષા, તેમા હાથમાં પુસ્તકો હતા, જેમાંથી વાંચીને તેઓ પેપરના જવાબો લખતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં સરકારી ભરતીમાં ભાવનગરના ડમી ઉમેદવારોનું કૌભાંડ અને યુવરાજ સિંહનો તોડકાંડ ગાજી રહ્યો છે એની વચ્ચે ZEE 24 કલાક કરવા જઈ રહ્યું છે વધુ એક પરીક્ષામાં કૌભાંડનો પર્દાફાશ. અને આ કૌભાંડનું એપિસેન્ટર છે જામનગર. જામનગરમાં વિદ્યાના ધામને કેવી રીતે દલાલીની દુકાન બનાવીને પરીક્ષામાં કૌભાંડ આચરવામા આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજમાં અત્યારે B.Comની પરીક્ષા લેવાઈ રહી હતી. આ ક્લાસ રૂમમાં CCTVની નિગરાનીમાં કોલેજના વિદ્યાર્થીઓ બીજા સેમેસ્ટરનું એકાઉન્ટ્સનું પેપર આપી રહ્યા છે. પરંતુ આ જ કેમ્પસમાં હોમિયોપેથી કોલેજના બિલ્ડિંગમાં ઓપીડી કમ ઓપરેશન થિયેટરની બાજુમાં બનાવેલા ખાસ રૂમમાં ગુજરાતનું સૌથી મોટું પરીક્ષા કૌભાંડ ચાલી રહ્યુ હતું. 


ZEE 24 કલાક પર ડમી કાંડ કરતા પણ મોટો ધડાકો : વિદ્યાર્થીઓને અલગ બેસાડીને ચોરી કરાવી


આ આખું પરીક્ષા કૌભાંડ શું છે એ તો અમે બતાવીશું જ પરંતુ એ પહેલાં જુઓ આ બે દ્રશ્યો. એક બાજુ ઓપીડી રૂમમાં દર્દીઓની સારવાર ચાલી રહી છે અને ઓપીડી ડોક્ટર માટેના રૂમમાં ત્રણ મુન્નાભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં કોપી કરી રહ્યા છે જોરદાર. એક બાજુ ઓપીડીમાં દર્દીના લેવાઈ રહ્યા છે ટાંકા અને બાજુના રૂમમાં જ ત્રણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મળી રહી છે સ્પેશિયલ સુવિધા.



જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા સેમેસ્ટરની એક્ઝામ ચાલી રહી છે ત્યારે આપ જોશો કે જે અમુક સિલેક્ટેડ વિદ્યાર્થીઓને જ ક્યાંકને ક્યાંક અલગ રીતે સ્પેશિયલ જે છે તેને ચોરી કરાવીને જે છે તે પેપર દેવામાં આવી રહ્યા છે. હાલ અત્યારે જે છે આપ જોશો અહીં દ્રશ્યોમાં કે આ પેપર ચાલી રહ્યાં છે અને જે સામાન્ય રૂમ હોય તેમાં તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. પરંતુ અહીં ખાનગીમાં જે છે ત્રણ જેટલા વિદ્યાર્થીઓ બેસી રહેલા છે કે તેમને અત્યારે પરીક્ષા દેવામાં આવી રહી છે. શું તમારું નામ શું છે ભાઈ. 


Operation Pariksha : ઝી 24 કલાકના અહેવાલના ગાંધીનગરમાં પડઘા પડ્યા : ખુલાસો મંગાવાયો


પેપર ફોડ્યા વગર પાસ ફોડવાની ગેરેન્ટી 
રિપોર્ટર: તમારું નામ શું છે?
વિદ્યાર્થી: મનસુખ
રિપોર્ટર: શેનું પેપર આપો છો?
વિદ્યાર્થી: અકાઉન્ટનું
રિપોર્ટર: તો ક્લાસમાં કેમ રેગ્યુલર નહીં ને અહીં આપો છો?
વિદ્યાર્થી: સર.. વાત કરી લ્યો ને સર
રિપોર્ટર: હેં...
વિદ્યાર્થી: વાત કરી લ્યો ને સર
રિપોર્ટર: આ અપેક્ષિત છે... શું છે આ?
રિપોર્ટર: આપ જોઈ શકશો અત્યારે દ્રશ્યોમાં કે અહીં એમને ચોરી કરાવવામાં આવી રહી છે. સંચાલકો પણ આપણી સાથે છે અત્યારે. 
રિપોર્ટર: આ બુક લઈને બેસવાનું કારણ શું છે?
રિપોર્ટર: આપે અત્યારે.. આ એક્ઝામ ચાલી રહી છે એના વિશે વિગત આપો. શું છે આ એક્ઝામ ચાલી રહી છે એમાં.
સંચાલક: આ ચાલુ છે... વાત કરો...
રિપોર્ટર: એ પછી અમે વાત કરીશું.. પહેલાં એ કહો, કેમેરો ચાલુ છે, આ એક્ઝામ ચાલી રહી છે શું કહેશો?


આવતીકાલે તલાટી પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વના અપડેટ : આ વસ્તુઓ ભૂલથી પણ લઈ ન જતા


કેવી રીતે કોલેજની પરીક્ષાઓમાં પણ ગેરરીતિ થાય છે અને પેપર ફોડ્યા વગર જ વિદ્યાર્થીઓ પાસ થઈ જાય છે તેનો આ સૌથી મોટો પુરાવો છે. આ પરીક્ષા કૌભાંડમાં ખુદ કોલેજના આચાર્ય, કોલેજના સંચાલકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત તેમનાં માતાપિતા સીધી રીતે સંડોવાયેલાં છે. જુઓ જરા, ZEE 24 કલાકની ટીમે લાઈવ રેડ કરી ત્યારે કોલેજના સત્તાવાળા કેવી રીતે પરીક્ષા કૌભાંડને છુપાવવા માટે તેમના આકાઓ સાથે વાત કરવાનું દબાણ કરી રહ્યા છે.