ઉદય રંજન, અમદાવાદ: ભારતીય વાયુસેનાના પાઈલટ અભિનંદન કુમાર સહી સલામત ભારતમાં પરત આવે તે માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા શહીદ સ્મારક ખાતે આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારે આ સભામાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વાયુસેનાના પાઇલટ અભિનંદન કુમારે પરત લાવવા માટે જે પણ કરવું પડે તે કરવામાં આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ATSએ 6 વર્ષથી ભાગતા નકસલીની ઝડપ્યો, સરકારે રાખ્યું હતું 1 લાખનું ઇનાંમ


[[{"fid":"204755","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલાના 12 દિવસ બાદ (26 ફેબ્રુઆરી) શહીદોની શહાદતને લઇને PoKમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓ પર ભારતીય વાયુસેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ બુધવારે (27 ફેબ્રુઆરી) પાકિસ્તાની એરફોર્સમાં ભારતીય બોર્ડરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ નૌશેરા સેક્ટરના લામ ઘાટીમાં પાકિસ્તાની F-16નું એક વિમાનને તોડી પાડ્યું છે. તોડી પાડ્યા બાદ આ વિમાન પીઓકેના વિસ્તારમાં જઇ પડ્યું હતું.


અમદાવાદમાં 2માર્ચથી કલમ 144 લાગુ, હાઇ એલર્ટમાં જાણો પોલીસનો નવો પ્લાન


[[{"fid":"204756","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


આ પ્રાર્થના સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના વરિષ્ટ નેતા અર્જુન મોઢવાડીયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા. ગુજરાત વિધાન સભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વાયુસેનાના પાઇલટ અભિનંદન કુમારે પરત લાવવા માટે જે પણ કરવું પડે તે કરવામાં આવે. કોંગ્રેસ હંમેશા આ મુદ્દે સરકારની સાથે જ છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...