અલ્કેશ રાવ/થરાદ : બનાસકાંઠાના થરાદ ,સૂઇગામ અને વાવમાંથી પ્રસાર થતાં કેન્દ્ર સરકારના ડ્રિમ પ્રોજેકટ ભારતમાલાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે ખેડૂતોની વ્હારે બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યોએ આવીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારી હતી કે, ખેડૂતોને યોગ્ય વળતર નહિ મળે તો અમે ભારતમાલાનું કામકાજ બંધ કરાવીને હાઇકોર્ટેમાં જઈશું. ભારત સરકારનો ડ્રિમ પ્રોજેકટ ભારતમાલા બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ, સુઇગામ અને થરાદમાંથી પસાર થાય છે. જેમાં ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી 489 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10-12 બોર્ડ સહિત તમામ ધોરણનાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય


જો કે આ પ્રોજેકટમાં જંત્રીના ભાવે ખેડૂતોની મોંઘી જમીન સસ્તા ભાવે સંપાદન કરી પડાવી લેતા ખેડૂતોની હાલત કફોડી બનતાં ખેડૂતો હવે બીજે ક્યાંય જમીન લઈ શકે તેમ નથી તો પશુપાલનનો વ્યવસાય કરી શકે તેમ ન હોવાથી તેવો આ પ્રોજેકટનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે ખેડૂતોની વ્હારે બનાસકાંઠા કોંગ્રેસના તમામ ધારાસભ્યો આવ્યા છે. આજે કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતો સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને આક્ષેપ લગાવ્યો હતો કે, આ પ્રોજેકટમાં ખેડૂતોને અન્યાય થયો છે તેમની મહામુલી જમીન સસ્તા ભાવે લઈ લેવાઈ છે. જેથી ખેડૂતો હવે બીજે જમીન લઈ શકે તેમ નથી. તેમના ઘર છીનવાઈ રહ્યા છે તો બીજી બાજુ કોન્ટ્રાક્ટરો દ્વારા અનેક ગામોના તળાવો ખોટી રીતે ખુબજ ઊંડા ખોદી દેવાયા છે. 


મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરાયો છે તો આ રોડની વચ્ચેથી પ્રસાર થવાના માર્ગ પણ અપાયા નથી તો ખેડૂતોને બીજી તરફ જવાનો રસ્તો પણ અપાયો નથી તેથી જો ખેડુતોને યોગ્ય વળતર નહિ મળે અને યોગ્ય કામ નહીં કરાય તો ધારાસભ્યોએ કામ બંધ કરાવવાની અને હાઇકોર્ટેમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. ખેડુતોની મોંઘી જમીન ખુબજ ઓછું વળતર આપીને સંપાદન કરી લેવાઈ છે ખેડૂતો સાથે અન્યાય કરાયો છે અમે ખેડૂતોના પડખે છીએ. ખેડૂતની જમીન લઈ લેતા તેવો હવે જમીન વગરના થઈ ગયા છે જો તેમને યોગ્ય વળતર નહિ મળે તો અમે કામ બંધ કરાવીને કોર્ટમાં જઈશું.


BJP ના ધારાસભ્ય જુગાર રમતા ઝડપાયા: કેસરીસિંહે પાવાગઢને બનાવ્યું પતાયા, અર્ધનગ્ન યુવતીઓ...


જિલ્લાના અનેક ખેડૂતોની સોનાના ભાવની જમીનો ખુબજ નજીવી કિંમતે ભારતમાલા પ્રોજેકટમાં લઇ લેતા હવે ખેડૂતોની જમીનોની સાથે સાથે તેમના મકાનો પણ છીનવાઈ રહ્યા છે. ખેડૂતોને પશુપાલનનો વ્યવસાય પણ છોડવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતો તેમજ ખેડૂત આગેવાનો આ પ્રોજેકટનો સખ્ત વિરોધ કરી રહ્યા છે. માંગ કરી રહ્યા છે કે, ખેડૂતોને તેમની જમીનનું પૂરેપૂરું વળતર આપે તેમજ ભારતમાલા પ્રોજેકટમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવે. જેથી આ વિસ્તારના લોકોને તકલીફ ના પડે. જોકે ખેડૂતોને હવે કોંગ્રેસના ધારાસભ્યોનો સાથ મળી જતા હવે ખેડૂતો કોઈપણ ભોગે  પોતાની સોના જેવી જમીનો સસ્તા ભાવમાં આપી દેવા તૈયાર નથી. જેને લઈને તેવો હવે હાઇકોર્ટેના દ્વાર ખખડાવવાની તૈયારીઓ કરી રહ્યા છે.


સિવેજની સફાઇ માટે ઉતરેલા 3 શ્રમજીવી ગુમ, વિશાળ ખાડો ખોદીને તમામને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા


આજે ખેડૂતો સાથે કોંગ્રેસના થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર,ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ,દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા,દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી,પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ સહિત અનેક કોંગ્રેસના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી ખેડૂતોને અન્યાય નહીં થવા દેવાય તેવી ખાતરી આપી હાઇકોર્ટે જવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોને યોગ્ય વળતર મળે છે કે કેમ?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube