10-12 બોર્ડ સહિત તમામ ધોરણનાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાને રાખીને 1થી 12 ધોરણનાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું હતું. જો કે હવે સરકારે ફરી એકવાર પરીક્ષાનું આયોજન કર્યું છે. જો કે આ પરીક્ષાની પરિણામ પર કોઇ જ અસર નહી પડે પરંતુ માત્ર તેમનો લર્નિંગ લોસ જાણવા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ધોરણ 9, 10 અને 12 ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવાશે. આગામી ધોરણના વિષયવસ્તુ તેના પાછલા ધોરણના લર્નિંગ લોસ જાણવા માટે નિદાન કસોટી લેવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાને રાખીને 1થી 12 ધોરણનાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું હતું. જો કે હવે સરકારે ફરી એકવાર પરીક્ષાનું આયોજન કર્યું છે. જો કે આ પરીક્ષાની પરિણામ પર કોઇ જ અસર નહી પડે પરંતુ માત્ર તેમનો લર્નિંગ લોસ જાણવા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ધોરણ 9, 10 અને 12 ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવાશે. આગામી ધોરણના વિષયવસ્તુ તેના પાછલા ધોરણના લર્નિંગ લોસ જાણવા માટે નિદાન કસોટી લેવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે.
અધ્યયન અને અધ્યાપનનું સ્તર જાણવા માટે નિદાન કસોટી લેવાશે. નિદાન કસોટી બાદ સમયાંતરે એકમ કસોટીઓનું આયોજન કરવામાં આવશે. નિદાન કસોટીનો અભ્યાસક્રમ તેના આગળના ધોરણના અભ્યાસક્રમમાંથી ઉપયોગી પ્રકરણના મુદાઓનો સમાવેશ કરાશે. ધોરણ 9 ની નિદાન કસોટી માટે ધોરણ 8 ના વિષયો આધારીત પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે. નિદાન કસોટી માટેના પ્રશ્નપત્રો 7 જુલાઈએ બોર્ડ દ્વારા DEO ને મોકલવામાં આવશે. 7 જુલાઈએ જ DEO દ્વારા SVC કન્વીનરોને ઇમેઇલ મારફતે પ્રશ્નપત્રોની પ્રોટેકટેડ ફાઇલ મોકલવામાં આવશે.
8 જુલાઈએ બોર્ડની વેબસાઈટ પર પ્રશ્નપત્ર મૂકાશે, તેમજ SVC કન્વીનરો દ્વારા શાળાના આચાર્યોને પ્રશ્નપત્રોની પ્રોટેકટેડ ફાઇલ આપવામાં આવશે. 10 થી 12 જુલાઈ દરમિયાન રોજ એક કસોટી વિદ્યાર્થીઓ આપશે. 13 અને 14 જુલાઈએ વિદ્યાર્થીએ લખેલી ઉત્તરવહી પરત મેળવવાની રહેશે. 30 જુલાઈએ વિષયવાર પરિણામ તૈયાર કરવાનું રહેશે. ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં શાળા કક્ષાએથી માર્ક અપલોડ કરવાના રહેશે. ધોરણ 9 માટેની નિદાન કસોટીમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની ધોરણ 8ના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે. ધોરણ 10 માટેની નિદાન કસોટીમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની ધોરણ 9ના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે. ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ માટે જીવવિજ્ઞાન, રસાયનવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન અને ગણિતની નિદાન કસોટી લેવાશે, ધોરણ 11ના અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે નામાંના મૂળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, તત્વજ્ઞાનની નિદાન કસોટી લેવાશે, જેમાં ધોરણ 11 અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્રો તૈયાર કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે