ઓનલાઇન હાજરીથી વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો છતા ‘શિક્ષકોનો વિરોધ’
રાજ્યની શાળાઓમાં છેલ્લા 9 મહિનાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી લેવામાં આવે છે. જેના કારણે બાળકોની હાજરીમાં વધારો નોંધાયો છે. ત્યારે આગામી થોડા દિવસોમાં `કાયઝાલા એપ્લીકેશન` દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવાની તૈયારી શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. ત્યારે કેટલાક શિક્ષક સંઘો આ એપ્લીકેશનનો વિરોધ કરી રહ્યા છે.
અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યની શાળાઓમાં છેલ્લા 9 મહિનાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી લેવામાં આવે છે. જેના કારણે બાળકોની હાજરીમાં વધારો નોંધાયો છે. ત્યારે આગામી થોડા દિવસોમાં 'કાયઝાલા એપ્લીકેશન' દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવાની તૈયારી શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. ત્યારે કેટલાક શિક્ષક સંઘો આ એપ્લીકેશનનો વિરોધ કરી રહ્યા છે.
શિક્ષક સંઘો દ્વારા કરાઈ રહેલા વિરોધના સંદર્ભે શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ 1 સપ્ટેમ્બરના રોજ શિક્ષક સંઘ સાથે બેઠક કરવા જઈ રહી છે. હાલમાં જે શિક્ષકો વિરોધ કરી રહ્યા છે તેમનામાં ગેરસમજ હોવાનું લાગી રહ્યું છે. પરંતુ આ બેઠકમાં ફરી એકવાર કાયઝાલા એપ્લીકેશન અંગે શિક્ષકોને સમજાવવામાં આવશે. અમને આશા છે કે, શિક્ષકોની ગેરસમજ અમે દુર કરવામાં સફળ રહીશું અને શિક્ષક સંઘો અમારી વાત માનશે.
પ્રદુષણ અટકાવવા કચરામાંથી બનશે ‘બાયોગેસ’, વેસ્ટ ખાદ્ય તેલમાંથી બનશે ‘બોયડિઝલ’
કાયઝાલા એપ્લીકેશન અંગે વધુ માહિતી આપતા શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે, માઈક્રોસોફ્ટ દ્વારા બનાવાયેલી આ એક પ્રીમીયમ એપ્લીકેશન છે જેના ઉપયોગ માટે માઈક્રોસોફ્ટ ચાર્જ વસુલતું હોય છે પરંતુ માઈક્રોસોફ્ટ દ્વારા શિક્ષણ વિભાગના અઢી લાખ શિક્ષકોને વિનામૂલ્યે આ એપ્લીકેશન આપવામાં આવી રહી છે. કાયઝાલા એપ્લીકેશનમાં અનેક સુવિધાઓ છે જની મદદથી શિક્ષકો સુધી રીઅલ ટાઈમમાં માહિતી પહોંચી શકશે અને ઓનલાઈન હાજરી પુરવા સહિતની કાર્યવાહી સરળ બનશે.
જુઓ LIVE TV :