અમરેલીઃ વિધાનસભા ગૃહમાં થયેલી મારામારી બાદ રાજુલાના કોંગ્રસના ધારસભ્ય અમરીશ ડેરને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાતાં તેના પડઘા અમરેલીમાં જોવા મળ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ રાજુલાના હિંડોરણા ચોકડી પર ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો છે.. કાર્યકરોએ સરકારકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી ધારાસભ્ય અમરીશ ડેરનું સસ્પેન્શન રદ્દ કરવા માગ કરી હતી. કાર્યકરોના વિરોધને પગલે ભાવનગ-ઉના સ્ટેટ હાઈવે ઠપ થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમાં ગુંડાગર્દી: કોંગ્રેસના 2 ધારાસભ્ય 3 વર્ષ માટે અને એક ધારાસભ્ય 1 વર્ષ માટે સસ્પેન્ડ


ઉલ્લેખનીય છે કે  વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના અમરીશ ડેર, વિક્રમ માડમને સસ્પેન્ડ કરી દીધા અને જગદીશ પંચાલને માર મારવા બદલ પ્રતાપ દૂધાતને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ઘટના પછી ભાજપના હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય પર મારી નાંખવાની ધમકીનો આરોપ મૂક્યો છે. જેથી વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આકરા પગલાં ભરી સજારૂપે કોંગ્રેસના પ્રતાપ દુધાત અને અમરીશભાઇ ડેરને 3 વર્ષ માટે સસ્પેંડ કર્યા છે, જ્યારે બળદેવજી ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેંડ કરવામાં આવ્યા છે. 



VIDEO: ગુજરાત વિધાનસભામાં ગુંડાગર્દી વિશે Dy.CM નિતીન પટેલે કંઇક આવું કહ્યું