LIC કર્મચારીઓ દ્વારા એફડીઆઇ અને ખાનગીકરણનો વિરોધ, કામથી અળગા રહીને કર્યો વિરોધ
ભારતીય જીવન વીમા નિગમના કર્મચારીઓએ એફડીઆઈ ૭૪% અને આઇપીઓનો નિર્ણય પરત ખેંચવા સહિતની માંગણીઓ મુદ્દે દેશભરમાં કરાયેલા વિરોધ પ્રદર્શનમાં ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં કર્મચારીઓએ જોડાઈ કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. જો તેમની માંગ સંતોષવામાં નહી આવે તો ઉગ્ર આંદ્લોનની ચિમકી પણ ઉચ્ચારી રહ્યા છે.
પંચમહાલ: ભારતીય જીવન વીમા નિગમના કર્મચારીઓએ એફડીઆઈ ૭૪% અને આઇપીઓનો નિર્ણય પરત ખેંચવા સહિતની માંગણીઓ મુદ્દે દેશભરમાં કરાયેલા વિરોધ પ્રદર્શનમાં ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં કર્મચારીઓએ જોડાઈ કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. જો તેમની માંગ સંતોષવામાં નહી આવે તો ઉગ્ર આંદ્લોનની ચિમકી પણ ઉચ્ચારી રહ્યા છે.
દ્વારકા નગરપાલિકામાં કિન્નર ઉમેદવારે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું
કેન્દ્ર સરકારે તાજેતરમાં બજેટમાં એફડીઆઈ 74% કરવા અને એલઆઇસી આઇપીઓ બહાર પાડવા અંગે જાહેરાત કરી છે. જે બાબતનો એલઆઇસીમાં ફરજ બજાવતાં કર્મચારીઓમાં વિરોધ ઉઠ્યો છે. આ ઉપરાંત કર્મચારીઓના પગાર વધારા માંગણીનું સેટલમેન્ટ છેલ્લા 42 મહિના વીતવા છતાં કરવામાં આવ્યું નથી. જેનો પણ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ત્રણ માંગણી મુદ્દે દેશભરમાં એલઆઇસી યુનિયનના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે સૂત્રોચ્ચાર કર્યા હતા.
સમય પૂરો થઈ ગયો, પણ કોંગ્રેસમાંથી રાજ્યસભા માટે ફોર્મ ન ભરાયુ, ભાજપના બંને ઉમેદવાર બિનહરીફ થયા
કર્મચારીઓએ જણાવ્યું હતું કે, એલઆઇસી સરકાર માટે સોનાનું ઇડું આપતી મરઘી સમાન છે. ત્યારે સરકાર એફડીઆઈ ૭૪% અને આઇપીઓ બહાર પાડવાની જાહેરાત કરી જે યોગ્ય બાબત નથી એવો મત વ્યક્ત કરી આ બંને નિર્ણય પરત ખેંચવાની માંગણી કરી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી પગાર વધારો કરવાની માંગણી મુદ્દે રજુઆત કરવા છતાં કોઈ જ નિર્ણય લેવાયો નથી. જે મુદ્દે કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓની માંગણીઓ નહિં સંતોષવામાં આવે તો આગામી સમયમાં હડતાળ ઉપર જવા સુધી નિર્ણય લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube