દ્વારકા નગરપાલિકામાં કિન્નર ઉમેદવારે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું

દ્વારકા નગરપાલિકામાં કિન્નર ઉમેદવારે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું
  • વાસંતી દે નાયક અગાઉ પણ વર્ષ 2010 માં નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવી ચૂક્યા છે
  • તેમણે આ વર્ષે ચૂંટણીમાં વોર્ડ નંબર 5 માં અપક્ષ ઉમેદવારી નોંધાવી

દિનેશ વિઠ્ઠલાણી/દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે સામાન્ય ચૂંટણી 2021 માં પ્રચંડ પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અહીં એક કિન્નર ઉમેદવાર પણ પ્રચારમાં મતદારોને રીઝવવા નીકળ્યા છે. આ કિન્નર ઉમેદવારે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. અગાઉ લોકોના ન થયેલ કામોને લઈ પરેશાન જનતા હવે તેમને પર ભરોસો મૂકશે તેવી આશા તેમણે વ્યક્ત કરી છે.

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયાની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બસપા સહિત અન્ય એટલે કે અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ખંભાળીયા નગરપાલિકાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો કુલ 7 વોર્ડની 28 બેઠક પર 74 જેટલા ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે ખંભાળીયા નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના કિન્નર વાસંતી દે નાયકે ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 

આ પણ વાંચો : બે પત્નીઓ વચ્ચે પતિનો મરો... ભાજપા નેતાની બે પત્નીઓ અલગ અલગ પક્ષમાંથી લડી રહી છે ચૂંટણી

હાલ તેમણે ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. વાસંતી દે નાયક અગાઉ પણ વર્ષ 2010 માં નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવી ચૂક્યા છે અને લોકોના કામો કરી ચૂક્યા છે. ગત ટર્મની ચૂંટણીમાં તેમણે ઉમેદવારી નોંધાવી ન હતી. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા અને છેલ્લી ટર્મમાં લોકોના કામો ન થયા હોવાના આક્ષેપો સામે આવતા તેમણે આ વર્ષે ચૂંટણીમાં વોર્ડ નંબર 5 માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ સાથે જ તેમણે લોકોના કામ કરવા માટે કટિબદ્ધતા દર્શાવી છે. 

આ પણ વાંચો : સમય પૂરો થઈ ગયો, પણ કોંગ્રેસમાંથી રાજ્યસભા માટે ફોર્મ ન ભરાયુ

વાસંતી ડે નાયક પ્રચારમાં ઉતરતા જ ભાજપ અને કોંગ્રેસને આ વોર્ડ માં અસર થવાની શક્યતાઓને નકારી શકાય નહિ. ત્યારે વાસંતી દે નાયક અગાઉ ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં તેમનો મહત્વનો મુદ્દો વિકાસ પોતાના વોર્ડના વિકાસનો રહેશે. હાલ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમણે કામો ન કર્યા હોવાના મુદ્દાને લઈને તેઓ પ્રચાર કરવા મેદાને ઉતર્યા છે. ત્યારે દ્વારકામાં તેઓ લોકો પાસે મતની માંગણી કરતા અને હાથ જોડતા નજરે પડી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news