અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાત સહિત રાજ્યનાં ચાર મહાનગરોમાં કોરોનાએ ભરડો લીધો છે. જેના પગલે કોરોનાનું સંક્રમણ હવે ધીરે ધીરે સરકારી કચેરીઓ અને સરકારી બાબુઓને પણ પોતાનાં ભરડામાં લઇ રહ્યું છે. હવે ગુજરાત યુનિવર્સિટી પણ તેનાથી બચી શકી નથી. ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાનો કહેર જોવા મળ્યો છે. પ્રો. વીસી જગદીશ ભાવસાર થયા કોરોના સંક્રમિત થતા હડકંપ મચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: રાજ્યમાં નવા અધધ કોરોના કેસ, 42 લોકોના મોતથી હડકંપ


ગુજરાત યુનિવર્સીટીના લાઈબ્રેરીયન યોગેશ પરીખ પણ કોરોના સંક્રમિત  થયા છે. આ ઉપરાંત અન્ય વિભાગના પણ કેટલાક કર્મચારીઓના પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. બે દિવસ પહેલા ભાષા ભવનના કર્મચારીનું મોત પણ નિપજ્યું હતું. ગુજરાત યુનીવર્સીટીમાં કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને વર્ક ફ્રોમ હોમનો આદેશ કરાયો છે. 


સરકાર તો સરકાર BJP દ્વારા 5000 રેમેડેસીવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવી: પાટીલ


આવતીકાલથી યુનિવર્સીટીના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ આપવામાં આવ્યો છે. યુનિવર્સીટી સંલગ્ન 300 થી વધુ કોલેજોમાં પણ વર્ક ફ્રોમ હોમનો આદેશ અપાયો છે. આગામી 5 દિવસ કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ લાગુ રહેશે. કોરોનાની ચેઇન તોડવા વર્ક ફ્રોમનો લેવાયો મહત્વનો નિર્ણય લેવાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube