ડીસા : દોઢ વર્ષ પહેલા મુકબધીર બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચાર્ય બાદ ગળુ કાપીને ક્રુરતા પૂર્વક હત્યા કરનાર આરોપી નીતિન માળીને ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. બનાસકાંઠામાં દુષ્કર્મના ગુન્હામાં આ પ્રથમ ફાંસીની સજા જિલ્લામાં સંભળાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટ દ્વારા આજે ઐતિહાસિક ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. અપહરણ, દુષ્કર્મ અને હત્યાના ગુન્હાઓમાં કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસામાં 16 ઓક્ટોબર 2020ના રોજ નીતિન માળી નામના શખ્સે તેના સગા મામાની મુકબધીર દીકરીને તેના જ મામાના ઘરે રસોડામાં બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ મુકબધીર બાળકી દ્વારા તેની કરતૂતો જાહેર ન કરવામાં આવે તેને પગલે આરોપી નીતિન માળીએ આ મુકબધીર બાળાનું અપહરણ કરીને બાળકીને તેના ઘરેથી ઉઠાવી ગયો હતો. બાદમાં નિતિન માળીએ આ બાળકીને ડીસાથી 10 કિલોમીટર દૂર ભાખર ગામ લઈ ગયો હતો. ત્યાં પહોંચી રાત્રિના અંધકારમાં નિતિન માળીએ આ મૂકબધિર બાળા પર ફરીથી દુષ્કર્મ આચર્યું હતું. 


સદ્ગુરૂ જગ્ગી સ્વામી બનશે જામનગરમાં મહેમાન, વિદેશથી પરત ફરતાની સાથે જ બનશે મહેમાન


દુષ્કર્મ બાદ બાળકીનું ગળું કાપીને ક્રૂરતા પૂર્વક હત્યા કરી હતી. બાળકીનું ગળું કાપ્યા બાદ એક ગ્લાસમાં બાળકીનું રક્ત પણ લીધું હતું. તો બીજી તરફ મૂકબધીર બાળા ગુમ થતાં તેના પરિવારના સભ્યો આખી રાત શોધખોળ ચલાવી હતી. નિતિન માળીએ આ મૂકબધિર બાળાની હત્યા કર્યા બાદ વહેલી સવારના પરત પોતાના ઘરે પહોંચી ગયો અને વહેલી સવારના સમયે આ મૂકબધિર બાળાની લાશ ભાખર નજીકથી મળી આવતા તેના પરિવારજન ભાખર પહોંચ્યા હતા. આ ઘટના બન્યા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો ડીસા સહિત બનાસકાંઠા જીલ્લામાં પડ્યા હતા. આ મૂકબધિર બાળા પર આટલું ક્રૂરતાપૂર્વક કૃત્ય આચરવા બદલ સ્થાનિક પોલીસ પર આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે સામાજિક સંસ્થાઓ દ્વારા રેલીઓ અને કેંડલ માર્ચ યોજીને દબાણ લાવ્યું હતું. 


GUJARAT CORONA UPDATE: 15 નવા કેસ, 09 દર્દી સાજા થયા એક પણ મોત નહી


જેને પગલે પોલીસે આ ઘટનામાં તાત્કાલિક તપાસ શરૂ કરી અને મૂકબધિર બાળાની ઘરની આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી હતી. જેમાં એક ફૂટેજમાં નિતિન માળી મૂકબધિર બાળાને મોટર સાઇકલ પર બેસાડીને પસાર થતો હોવાનું કેદ થઈ જતાં પોલીસે તાત્કાલિક નિતિન માળીના ઘરે પહોંચીને પૂછપરછ અને તપાસ કરતાં નિતિનના લોહીથી લથપથ કપડાં પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે આ ઘટનામાં નિતિન માળીની અટકાયત કરી હતી. 


અમદાવાદમાં એક સ્ટેટસ મુકવું શિક્ષિકાને ભારે પડ્યું, હવે પોલીસ સ્ટેશન અને કોર્ટનાં ધક્કા ખાય છે


નિતિન માળીની અટકાયત થયા બાદ 16 માસ સુધી ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો અને તેમાં લગભગ 58 સાક્ષી અને 50 જેટલી તારીખો પડ્યા બાદ આજે 51મી તારીખના ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટના જજ બી.જી દવેએ આરોપી નિતિન માળીને આ ઘટનામાં કસૂરવાર ઠેરવીને એક મૂકબધીર બધીર બાળાનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી નિર્દયતા પૂર્વક હત્યા કરવા બદલ ફાંસીની સજા ફટકારી છે.. બનાસકાંઠા જીલ્લામાં દુષ્કર્મની ઘટનામાં ફાંસીની સજા ફટકારવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના છે.


ગુજરાતમાં પાણીનો પોકાર: તંત્રના સબ સલામતના દાવાઓ વચ્ચે અહીં પાણી માટે વલખે છે લોકો


સોળ માસથી મૂકબધિર બાળાના પરિવારજનોએ ન્યાયની માંગ કરી રહ્યા હતા. અગાઉ પણ આ ઘટનાને અંજામ આપનાર નિતિન માળીને માત્રને માત્ર ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા હતા. આજે તો આ બાળકીના પરિવારજનો અને આ બાળકી જે શાળામાં અભ્યાસ કરતી હતી તે શાળાના આચાર્યા અને તેના સાથી વિધાર્થી મિત્રો પણ ડીસા કોર્ટ ખાતે પહોંચી ગયા હતા. આજે ડીસા કોર્ટની બહાર જ આરોપીને નિતિન માળીને ફાંસીની સજા કરવાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. અંતે કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજાનો હુકમ કરતાં મૂકબધિર બલાના પરિવારજનો ભાવુક થઈ ગયા હતા. મૂકબધિર બાળાના હત્યારાને ફાંસીની સજા આપવામાં આવતા તેમણે ન્યાય મળ્યો હોવાની કબૂલાત કરી હતી.


વ્યાજખોરો નહી પરંતુ સાથી વેપારીઓથી કંટાળી જઇને એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી


બનાસકાંઠા જીલ્લામાં દુષ્કર્મના ગુન્હામાં કોઈને ફાંસીની સજા ફટકારવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના છે. આ ઘટનાને પગલે લોકોમાં પણ કોર્ટના ચુકાદાને લઈ જિજ્ઞાસા જોવા મળી રહી હતી. ત્યારે ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટે ફાંસીની સજાની સુનાવણી કરી દીધી છે. આગામી સમયમાં આ ઘટનામાં હાઇકોર્ટ દ્વારા ફાંસીની તારીખ નક્કી કરવામાં આવશે. પરંતુ આજની આ ઘટનાને પગલે ડીસાની એડિશનલ સેસન્સ કોર્ટે મામા-ફોઇના પિતરાઇ ભાઈ બહેનોના પવિત્ર સબંધો પર લાંછન લગાવનારને યોગ્ય નશ્યત કરીને સમાજમાં એક દાખલો બેસાડયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube