AMCનો મોટો નિર્ણય, 30થી વધુ સ્ટાફ ધરાવતી સંસ્થાઓએ કરવી પડશે કોવિડ કો-ઓર્ડિનેટરની નિમણૂક
આજે એએમસીની યોજાયેલી બેઠકમાં કોરોના સંક્રમણને અટકાવવાની કામગીરીમાં સંસ્થાકીય અને લોક ભાગીદારી નક્કી કરવા માટે કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે.
અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થયો છે. પહેલા અમદાવાદમાં એક દિવસમાં 300થી વધુ કેસ સામે આવતા હતા. હવે 150ની આસપાસ કેસ સામે આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કોર્પોરેશન સતત કામ કરી રહ્યું છે. હવે કોરોનાના સંક્રમણને રોકવા માટે અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરના મોટા એકમો/કચેરીઓ/સંસ્થાઓમાં સામાજીક અંતર જળવાય રહે તે માટે મહત્વના નિર્ણયો લીધા છે.
આજે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની અધ્યક્ષતામાં સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં એએમસીના અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં કોરોના સંક્રમણને અટકાવવાની કામગીરીમાં સંસ્થાકીય અને લોક ભાગીદારી નક્કી કરવા માટે કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે.
એએમસીએ કરેલા મહત્વના નિર્ણયો
1. શહેરના તમામ મોટા (30થી વધુ લોકો કામ કરતા હોય તેવા) એકમો/કચેરીઓ/સંસ્થાઓના માલિક/સંચાલકે એક કોવિડ કો-ઓર્ડિનેટરની નિમણૂક કરવાની રહેશે અને તેની જાણ કોર્પોરેશનના સંબંધિત ઝોનને કરવાની રહેશે.
2. નિયુક્ત થયેલા કોવિડ કો-ઓર્ડિનેટર જે તે એકમ/કચેરી/સંસ્થામાં કોવિડ કેર અંગેની જરૂરી કાળજી માટે તેમજ સામાજીક અંતરનું ચુસ્ત પણે પાલન થાય તે માટે જવાબદાર રહેશે. 30થી ઓછા લોકો કામ કરતા હશે તેવા એકમોમાં આ નિયમ લાગૂ પડશે નહીં.
3. કોવિડ કો-ઓર્ડિનેટરની જે તે એકમ/કચેરી/સંસ્થામાં નિયમોનું પાલન કરાવવાની જવાબદારી રહેશે. આ નિયમો નિચે મુબજ છે
આશરે બે વર્ષ બાદ અમદાવાદ મહાનગર પાલિકાએ પાંચ બ્રિજના નામકરણ કર્યાં
- અનલોક-3ના સમયગાળામાં રાષ્ટ્રીય માર્ગદર્શિકા (SOP)નું પાલન કરવું.
- જે તે એકમ/સંસ્થા/કચેરીમાં આવતા દરેક કર્મચારી/કામદાર તથા મુલાકાતીએ ફેસ માસ્ક પહેરવું, થર્મલ ગનથી તાપમાન માવું અને હેન્ડ સેનેટાઇઝ થાય ત્યારબાદ પ્રવેશ આપવો.
- જો કોઈપણ કર્મચારી/કામદાર કે મુલાકાતીમાં તાવ, શરદી, ઉઘરસ કે શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા લક્ષણો જણાય તો તેને પ્રવેશ આપવો નહીં. આવા કર્મચારીનો કોવિડ-19 ટેસ્ટ કરાવવો. જો કોઈ પોઝિટિવ આવે તો પાલિકાની કચેરીએ જાણ કરવી.
- જો કોઈ સંસ્થામાં કે એકમમાં કોઈ કર્મચારી પોઝિટિવ આવે તો તેના છેલ્લા 14 દિવસનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની જવાબદારી કોવિડ કો-ઓર્ડિનેટરની રહેશે. તેણે આ અંગે સંબંધિત ઝોનલ ઓફિસમાં જાણ કરવાની રહેશે.
- કોવિડ કો-ઓર્ડિનેટર દ્વારા જે તે સંસ્થામાં કોરોનાને અટકાવવા માટે તમામ જરૂરી પગલા ભરવામાં આવે છે, તેનો પખવાડિક એહેવાલ નક્કી કરેલા સ્વરૂપે સંબંધિત ઝોનલ કચેરીમાં મોકલી આપવાનો રહેશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube