ગોધરા : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ એક પછી એક સમાજો એક થઇ રહ્યા છે. વિવિધ સંગઠનો દ્વારા સરકાર પાસેની અલગ અલગ પડતર માંગણીઓ સાથે સરકારનું નાક દબાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને અલગ અલગ સમાજની બેઠકો મળી રહી છે. પાટીદારો અને કોળી સમાજની બેઠકની સાથે સાથે બ્રહ્મ સમાજની બેઠકનું પણ આયોજન થયું હતું. ગોધરા ખાતે બ્રહ્મ સમાજના મધ્ય ઝોનની બેઠક આયોજીત તઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરમાં તારી રેતી કેમ બહાર પડી છે તેમ કહીને 4 રાઉન્ડ ફાયરિંગ, એક યુવતીનું મોત

ગોધરા ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની મધ્ય ઝોનની કારોબારી બેઠક મળી હતી. સમાજ કલ્યાણથી રાષ્ટ્ર કલ્યાણની ભાવના સાથે મધ્ય ઝોનના કાર્યકરો અને હોદ્દેદારોની કારોબારી બેઠક મળી હતી. કારોબારીમાં બ્રહ્મ સમાજના ખોરંભે પડેલા કામોને અગ્રીમતા આપી સમાજના યુવાનોને શિક્ષણ માટે માર્ગદર્શીત કરવા અંગેની યોજનાઓ અંગે વિચારણા કરવામાં આવી હતી. કારોબારીમાં મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. 


GUJARAT CORONA UPDATE: નવા 10 કેસ, 10 સાજા થયા એક પણ મોત નહી


આ કાર્યક્રમમાં ડભોઇના ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા. તેમણે સમગ્ર રાજ્યના બ્રાહ્મણોને એક થવા માટે હાંકલ કરી હતી. આ ઉપરાંત તેમણે આગામી સમયમાં બ્રાહ્મણ યુવાનોને મહત્તમ કઇ રીતે રોજગારી આપી શકાય, ઉદ્યોગ સાહસિકો બનાવી શકાય અને મહત્તમ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરીને ઉચ્ચ અધિકારી બની શકે તે માટે વિવિધ યોજના તૈયાર કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ગુજરાતના તમામ ઝોનમાં બ્રહ્મ સમાજની બેઠકનું આયોજન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube