પ્રશાંત ઢીવરે/સુરત: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં આંતરડાનું દાન કરવામાં આવ્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી 22મુ અંગદન કરવામાં આવ્યું છે. 23 વર્ષીય યુવક બ્રેનડેડ જાહેર થતા યુવકના પરિવારે અંગદાનનો નિણર્ય કર્યો હતો. જેથી યુવકના લીવર, કીડની, આંતરડાનું દાન કરવામાં આવ્યું છે. જેના થકી 3 લોકોને નવજીવન મળશે .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાતમા આસમાને પહોંચી SVPI એરપોર્ટની સફળતાની ઉડાન, લાખો લોકોની પહેલી પસંદ બન્યું!


મૂળ યુપીના મિર્ઝા પૂરનો વતની અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણપત નગર ખાતે રહેતો 23 વર્ષીય પ્રીતેશ રાજભર એમ્બ્રોડરી ખાતામાં નોકરી કરતો હતો. તેની સગાઈ પણ થઇ ગયી હતી. દરમ્યાન તે સુરતમાં બાઈક પર જઈ રહ્યો હતો તે દરમ્યાન ચાલુ બાઈક પરથી નીચે પટકાયો હતો તેને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ તબીબોએ પ્રીતેશને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.


આગામી 3 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં 'ફાટી' પડશે કમોસમી વરસાદ,આજથી 4 દિવસ ખુબ ભારે


બીજી તરફ યુવક બ્રેઈનડેડ હોય તબીબો દ્વારા પરિવારને અંગદાન વિષે માહિતી અને સમજ આપવામાં આવી હતી જેથી પરિવારે યુવકના અંગદાનનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. પ્રીતેશ રાજભરના  લીવર,કિડની, આંતરડાનું દાન કરવામાં આવ્યું છે. યુવકના અંગદનથી ૩ લોકોને નવજીવન મળશે. 


કોર્ટનું અવલોકન; નરોડા ગામમાં કોઈને જીવતા સળગાવાયા નથી, ફટાકડામા લાગેલી આગથી મોત થયા


ઓર્ગન ડોનેટ વિશે માહિતી આપતા નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટસ ડૉ. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે આજરોજ નવી સિવિલ હોસ્પિટલમાં 22 ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યું છે.બ્રેન ડેડ યુવકના પિતાના કારણે શક્ય બન્યું છે. યુવક મૂળ બનારસનો વતની છે.23 વર્ષીય પ્રિતેશ નું લિવર, કિટની, આંતરડા નું દાન કરવામાં આવ્યું છે. 


65 જાતની કેરી અને 40 જાતના કેળાં, આ ખેડૂતે બાગાયતી પાકોનું રમણભમણ કરી નાખ્યું


યુવક બાઈક ચલાવતો હતો અકસ્માત સર્જાતા માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેમની સારવાર નવી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી.યુવક બ્રેન્ટ ડેડ હોવાથી સાજો થઈ શકે તેમ ન હતું.યુવકના અંગદાનથી 4 લોકોને નવું જીવનદાન મળશે. ઉલ્લેખનીય છે કે સુરત સીટી હવે ઓર્ગેન ડોનેશન સીટી તરીકે પણ ખ્યાતી પામી રહ્યું છે. સુરતમાંથી વધુ એક વખત અંગદાનની ઘટના સામે આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાંથી અંગદાન થયું હોય તેવી આ 22મી ઘટના છે