વલસાડ : નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના ભાજપના કોર્પોરેટર પ્રવીણ કચ્છી આજે પોતાના માથાના અડધા વાળ અડધી મૂછો અને અડધી દાઢીનું  મુંડન કરાવ્યું હતું. પોતાના મતવિસ્તારના કામો નહીં થતાં હોવાથી અને પોતાનો જ અવાજ નગરપાલિકાના સત્તાધીશો નહીં સાંભળતા હોવાથી નારાજ થઈને આ વિચિત્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રવીણ કચ્છીના આક્ષેપ પ્રમાણે વલસાડ નગર પાલિકામાં તેમની રજૂઆતોને પ્રાધ્યાન  આપવામાં આવતું નહિ હોવાથી આજે તેઓ  નારાજ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RAJKOT: અધધધ કિંમતે વેચાયો પ્લોટ, કિંમત જાણીને ધોળા દિવસે તારા દેખાશે


આ રીતે અર્ધ મુંડન કરાવી અને પોતાનો વિરોધ વ્યક્ત કરવો પડી રહ્યો છે. પ્રવીણ કચ્છી  વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માંથી વર્ષોથી ભાજપની ટિકિટ પર ચૂંટાતા આવે છે. અગાઉ પણ અનેક વખત વલસાડ નગરપાલિકાની સામાન્ય સભાઓમાં અને સામાન્ય દિવસોમાં પણ પોતાના મત વિસ્તારના  કામોને સત્તાધિશોના કાન સુધી પહોંચાડવા માટે આવી જ રીતે વિરોધ પ્રદર્શન કરતા આવ્યા છે. 


Vadodara: કોર્ટે પાણીપુરી વાળાને 10 લાખ રૂપિયાનો દંડ અને 1 વર્ષની જેલની સજા ફટકારી


જો કે આજે તેઓએ કરેલું આ વિચિત્ર અનોખો વિરોધ પ્રદર્શન શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. પ્રવીણ  કચ્છી જે ભાજપના કોર્પોરેટર છે તેઓનો આક્ષેપ છે કે, વલસાડ નગરપાલિકામાં પાલિકાના સત્તાધીશો કે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તેમની રજૂઆતોને ધ્યાનમાં આપવામાં આવતા નથી. તેમના મત વિસ્તારના પાણીના અને ડ્રેનેજના પ્રશ્નોની અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરતાં આવ્યા છે. તેમ છતાં હજુ સુધી તેમની રજૂઆતોને ધ્યાનમાં નહીં લેવામાં આવી હોવાથી અને તેમના મત વિસ્તારના કામો અને માંગને પૂરી કરવામાં નહિ આવતી હોવાથી તેઓ નારાજ છે.


ડાંગ જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોની વિકટ સ્થિતી, ખેડૂતો માટે મુશ્કેલ પરિસ્થિતી


 પોતાની નારાજગી વ્યક્ત કરવા અને સત્તાધીશો સુધી પોતાનો અવાજ પહોંચાડવા લોકોને જાગૃત કરવા આવી  રીતે ના છૂટકે તેઓએ પોતાના માથાના વાળ અને મૂછો અને દાઢીનો અર્દ્ધ મુંડન કરવું પડ્યું હતું. આમ પોતાનો અવાજ સત્તાધીશોના કાન સુધી પહોંચવા માટે આવી જ રીતે વિરોધ પ્રદર્શન કરી અને પ્રવીણ કચ્છી  લોકોનું પણ ધ્યાન આકર્ષિત કર્યું હતું. આમ ભાજપના જ કોર્પોરેટર એ કરેલા અનોખા વિચિત્ર વિરોધ પ્રદર્શનને કારણે વલસાડ નગરપાલિકાના સત્તાધારી ભાજપ પક્ષની જ ફજેતી થઇ રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube