ડાંગ જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોની વિકટ સ્થિતી, ખેડૂતો માટે મુશ્કેલ પરિસ્થિતી
Trending Photos
ડાંગ : જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના પગલે જિલ્લાનાં અનેક તાલુકાઓમાં વરસાદની શક્યતાઓ જોવાઇ રહી છે. આહવા તાલુકાના પૂર્વ પટ્ટાના ચિંચલી અને ડોન હીલ વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું. આ ઉપરાંત સાપુતારાને અડીને આવેલા મહારાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે. જેના કારણે શિયાળું પાને ભારે નુકસાન પહોંચ્યું છે.
ડાંગ જિલ્લામાં હાલતમાં શિયાળુ પાક તરીકે ડુંગળી સ્ટોબેરી પર ફણસી, ઘઉ જેવા પાકને કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થવાની ભીતિ ઉભી થઇ છે. જેને લઇને ખેડૂતોમાં વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગિરિ મથક સાપુતારા ખાતે પ્રવાસીઓ કોરોનાને કારણે ખુબ જ ઓછા છે. તેવામાં વરસાદી માહોલ બનતા આગામી દિવસોમાં વધારે વરસાદ પડે તો ખેડૂતો માટે કફોડી સ્થિતી પેદા થાય તેવી શક્યતાઓ છે. જેના કારણે હાલ તો ખેડૂતો ભગવાનને વરસાદ ન પડે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે