દિવ્યેશ જોશી,રાજકોટ: ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોટા મોટા પોકળદાવા કરવામાં આવ્યા હતા કે પ્રિમોન્સૂન કામગીરી પાછળ લાખો-કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. પરંતુ રાજકોટમાં વગર વરસાદે ડ્રેનેજ ઓવર ફ્લો થવાની છેલ્લા એક મહિનામાં 16,000 થી વધુ ફરિયાદ મનપાના ચોપડે નોંધાતા રાજકોટ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલની હચમચાવી નાંખે તેવી આગાહી! અહીં તૂટી પડશે વરસાદ અને સર્જાશે પુરની સ્થિતિ



એક તરફ રોગચાળો વકર્યો છે તો બીજી તરફ ડ્રેનેજ ઓવર ફ્લો..
ચોમાસાને લીધે રાજકોટ શહેરમાં રોગચાળાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને તાવ,ઉધરસ,ઝાડા-ઉલ્ટી, મેલેરિયા સહિતના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિનાની જો વાત કરવામાં આવે તો ડ્રેનેજ ઓવરફ્લો થવાની ફરિયાદ છે. તે ૧૬ હજારને પાર પહોંચી છે. સૌથી મહત્વનું એ છે કે શહેરના મોટાભાગના વિસ્તારમાં ડ્રેનેજ ઓવરફ્લો થવાને લીધે ઝી 24 કલાક દ્વારા સ્થાનિકો સાથે વાત કરવામાં આવી હતી ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ડ્રેનેજ ઓવરફ્લો થવાની ફરિયાદ નોંધાવી તેના ચારથી પાંચ દિવસ વીતી જાય છતાં પણ તેનો હલ આવતો નથી જેના લીધે ક્યાંક ને ક્યાંક રોગચાળો હજુ વધે તેઓ પણ ભય રહેલો છે....


5 વર્ષમાં ગુજરાતમાં 1.71 લાખ ગર્ભપાત, દીકરીઓને કૂખમાં જ મારી નાખતો આધુનિક સમાજ


લાખો કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ ડ્રેનેજ ઓવરફ્લો
રાજકોટ મહાનગરપાલિકા ચોમાસાની શરૂઆત થાય તે પહેલા પ્રિમોન્સૂન કામગીરી પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે ત્યારે સામાન્ય એવા બે થી ત્રણ ઇંચ વરસાદમાં જ ગોઠણ ડૂબ પાણી ભરાઈ જાય છે ત્યારે ચાલુ વર્ષે રાજકોટ શહેરમાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે વગર વરસાદે પણ છેલ્લા એક મહિનામાં ડ્રેનેજ ઓવરફ્લો થવાની 16હજાર ફરિયાદ મનપાના ચોપડે નોંધાતા પ્રિમોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.


કોરોનાની જેમ આખું ગુજરાત ભરડામાં આવશે! રોજ આવી રહ્યાં છે 30 હજાર કેસ, જાણો શું કહે..



સમયસર ફરિયાદનો નિકાલ થતો નથી
રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિનામાં એટલે કે જુલાઈ માસમાં ડ્રેનેજ ઓવર ફ્લો થવાની ફરિયાદ 16,000 થી વધુ નોંધાતા ઝી ૨૪ કલાકની ટીમ દ્વારા આ અંગેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિકોએ ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડ્રેનેજ ઓવરફ્લો થવાની ફરિયાદ નોંધાવી દીધી હોવા છતાં પણ તેના ત્રણ થી ચાર દિવસ વીતી ગયા બાદ પણ રાજકોટ મહાનગરપાલિકાનો ડ્રેનેજ સ્ટાફ સમયસર આવી તેનો હલ કરતો નથી ત્યારે શહેરમાં રોગચાળો ખૂબ જ વધ્યો છે જેથી ડ્રેનેજ ઓવર ફ્લો થવાને લીધે આ રોગચાળો વધુ વધે તો તેના માટે જવાબદાર કોણ??? તેવા પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા તંત્ર વિરુદ્ધ કરવામાં આવ્યા હતા.


OMG! આટલી કમાણી તો ગુજરાતના બીજા એકેય ધંધામાં નથી! સર્જી રહી છે ચમત્કારિક પરિણામો


રાજકોટ શહેરની તુલના સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવે છે પરંતુ છેલ્લા એક જ મહિનામાં વગર વરસાદે ડ્રેનેજ ઓવરફ્લો થવાની ફરિયાદ 16,000 થી વધુ નોંધાતા ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી હોય તેવું લાગી રહ્યું છે.


108 રૂપિયાથી 1000 રૂપિયા પર પહોંચ્યો આ શેર, 10 ગણા વધાર્યા ઈન્વેસ્ટરોના પૈસા